Banaskantha: રામ રાખે એને કોણ ચાખે, હત્યારાઓથી હેલ્મેટે બચાવ્યો જીવ,જાણો કેવી રીતે ?

ધનેશ પરમાર બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના વાલપુરા ગામના યુવકને મારી નાખવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો.ખેતરની વાડ બાબતે થયેલી તકરારથી અદાવતમાં આરોપી યુવકે ખાનગી સોપારી કિલરને હત્યા…

gujarattak
follow google news

ધનેશ પરમાર બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના વાલપુરા ગામના યુવકને મારી નાખવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો.ખેતરની વાડ બાબતે થયેલી તકરારથી અદાવતમાં આરોપી યુવકે ખાનગી સોપારી કિલરને હત્યા કરવા પાંચ લાખની સોપારી આપી હતી .જેમાં કોર્ટ મુદતથી પરત આવતા હત્યા ઇરાદે સોપારી કિલર આરોપીએનાં કહેવાથી પીડિતનાં માથામાં ફટકો માર્યો હતો.જો કે નસીબ જોગે પીડિત હેલ્મેટ પહેરી બાઈક ચલાવતો હોય તેનો આબાદ બચાવ થયો હતો.

રાજ્યમાં ગુનાનું પ્રમાણ સતત વધી રહ્યું છે.આ દરમિયાન બનાસકાંઠામાં જૂની અદાવતમાં સોપારી આપી અને હત્યાનું કાવતરું ઘડી દીધું.પરંતુ રામ રાખે એને કોણ ચાખે. કિલર દ્વારા યુવકના માથા પર ઘા મારવામાં આવ્યા હતા. પરંતુ હેલમેટના કારણે પીડિત બચી ગયો. અને આ સમગ્ર ઘટના સામે આવી. જોકે આ મામલે પોલીસ તપાસ કરતા આ કિલર ઝડપાયો હતો.જેમાં તેને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે આ જમીન અદાવત માં પીડિતની હત્યા કરવા માટે તેને પાંચ લાખની સોપારી લીધી હતી.

જૂની અદાવતમાં ઘડ્યું કાવતરું
કાંકરેજ તાલુકાના વાલપુર ગામના જોધાભાઈ કરસનભાઈ રબારીની અગાઉ ખેતરની વાડ બાબતે તેમના મોટા બાપાના દીકરા ચહેરાભાઈ રાજાભાઈ રબારી સાથે ઝઘડો થયો હતો. ત્યારે આ તકરાર તે બાદ કોર્ટ કેસમાં પરણમી હતી. જોકે આ કોર્ટ કેસ શિહોરમાં ચાલતો હતો. તે દરમિયાન શુક્રવારે જોધાભાઈ અને તેમના ભાઈ ઈશ્વરભાઈ મોટર સાયકલ લઈને કોર્ટમાંથી મુદત પતાવી પરત આવી રહ્યા હતા. ત્યારે ભલગામ નજીક પાછળથી બાઈક લઈને આવેલા એક ઈસમે પીડિતની હત્યા કરવા ઇરાદે તેમના માથામાં પાઇપનો ફટકો માર્યો હતો.

હેમલેટે બચાવ્યો જીવ
જોકે હેમલેટના કારણે ઈજા થઈ ન હતી પરંતુ તેઓ નીચે પડી ગયા હતા. આ વખતે પાછળ આવી રહેલા તેમના ભાઈ ઈશ્વરભાઈ ત્યાં આવી જતા બાઈ ચાલક રાયમલભાઈ ચહેરાભાઈ રબચાવબારી નાસી ગયો હતો. આ અંગે પી જોધાભાઈએ થરા પોલીસ મથકે મફાભાઈ રબારી ,રાયમલભાઈ રબારી અને ઈરફાનભાઇ કાજી સામે હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે. જો કે હુમલો કરનાર રાધનપુરના ઝાફરપુરાનો ઈરફાનભાઇ હુસેનભાઇ કાજી તે બાદની પોલીસ તપાસમાં ઝડપાઈ ગયો હતો.

આ પણ વાંચો: Surat: વેપારીને સ્પા ચલાવતી મહિલાની મિત્રતા પડી રૂપિયા 25 લાખમાં, આ રીતે ચૂનો લગાવ્યો

મર્ડર પાંચ લાખમાં નક્કી કર્યું
જો કે ઉલ્લેખની છે કે રાધનપુરનો ઈરફાનભાઇ કાજી પોલીસના સકંજામાં આવી ગયો છે. પોલીસે પૂછપરછ કરતાં તેને કબૂલ્યું હતું કે મોટરસાયકલ ચાલક રાયમલભાઈ ચેહરાભાઈ રબારી હતા. અને તેનો કુટુંબી મફાભાઈ ચેહરાભાઈ રબારીએ 20 દિવસ પહેલા 50 હજાર રૂપિયા એડવાન્સ આપી સોપારી આપી હતી અને આ સોપારીમાં જોધાભાઈ રબારીની હત્યા કરવાનો મને ,પ્લાન કહેવામાં આવ્યો હતો.આ હત્યા નો સોદો એવો હતો કે હત્યાનું કામ પતી ગયા પછી મને પાંચ લાખ રૂપિયા આપવાના હતા. અને જો મારા હુમલામાં પીડિત બચી જાય તો એક લાખ રૂપિયા આપીશ તેઓ સોદો થયો હતો.આમ સોપારી લેનાર કિલરના ખુલાસાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ મામલે પોલીસે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે .

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp