Banaskantha: રાજ્યભરમાં લગ્નગાળાની સિઝન ચાલી રહી છે. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના દેઢા ગામમાં લગ્ન પ્રસંગમાં સોઈ બની રહી હતી તે સમયે રસોડામાં ગેસનો બાટલો ફાટ્યો હતો. આ દુર્ઘટનામાં 1 નું મોત થયું હતું અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હાલમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
લગ્નગાળાની સિઝન ચાલી રહી છે. ત્યારે લગ્નનો પ્રસંગ ધાનેરા તાલુકાના દેઢા ગામે માતમમાં ફેરવાયો છે. રવિવારે સાંજે લગ્નના જમણવારની રસોઇ બનાવતી વખતે ગેસનો બાટલો ફાટ્યો હતો. જેમાં રસોડામાં કામ કરતા 55 વર્ષીય કનુભાઈ પ્રજાપતિનું મોત થયું હતું. ત્યારે મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે પાંચ જણાને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
દેઢા ગામે હરજીભાઇ હમીરભાઇ ચરમટાના પુત્ર નરેશભાઈના લગ્ન હતા. જેનો ભોજન સમારંભ 13 માર્ચના રોજ હોઇ રસોડાનો કોન્ટ્રાક્ટ રમેશભાઈ પ્રજાપતિને આપવામાં આવ્યો હતો. જ્યાં બધા કામ કરી રહ્યા હતા ત્યારે રવિવારે સાંજના 6 વાગ્યાના સુમારે કામ કરતી સમયે અચાનક ગેસનો બાટલો ફાટ્યો હતો. અને મોટો ધડાકો થતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.
આ પણ વાંચો: રાજ્યમાં આજથી 5 દિવસ માવઠાની આગાહી, જાણો કઈ તારીખે કયા જિલ્લામાં વરસાદની સંભાવના
ઇજાગ્રસ્ત
(1) લલીતાબેન રમેશભાઈ સરગરા (ઉં.વ.20,રહે.રાજસ્થાન)
(2) સુંદરબેન ઉર્ફે ટીના ઈશ્વરભાઈ સરગરા (ઉં.વ.17, રહે.રાજસ્થાન)
(3) ડુંગરભાઈ પોપટભાઈ પ્રજાપતિ (રસોયા) (ઉં.વ.45,રહે.કંસારી તા.ડીસા)
(4) કૈલાસબેન મસરાભાઈ સરગરા (ઉં.વ.20,રહે.રાજસ્થાન)
(5) કાજલબેન કુયારામ સરગરા (ઉં.વ.18,રહે.-રાજસ્થાન)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT