ધનેશ પરમાર.બનાસકાંઠાઃ સરહદી એવા બનાસકાંઠાના વાવ તાલુકાના તડાવ ગામમાં ૭૧ લાખથી વધુની ઘરફોડ ચોરીને અંજામ આપતા અજાણ્યા તસ્કરોએ આંતક મચાવતા સમગ્ર બનાસકાંઠાની પોલીસ દોડતી થઈ છે. જોકે લાખો રૂપિયાની રોકડ અને સોના ચાંદીના દાગીના મળી ૭૧ લાખ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં આટલી મોટી માત્રામાં ચોરી થતા લોકોમાં પણ ચોરોને લઈને ભય ઊભો થયો છે. પોલીસ તુરંત આ શખ્સોને ઝડપી પાડીને તેમને કાયદાનું ભાન કરાવે તેવી માગ ઉઠી છે.
ADVERTISEMENT
બોલો… હવે મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલની ઓફિસમાં કામ કરતો હોવાનું કહેનાર નકલી CMO ઓફિસર ઝડપાયો
ગણતરીના સમયમાં ડોગ સ્કવોડ, FSL સહિતની ટુકડીઓ દોડતી થઈ
આ ચકચારી ચોરીની વિગત જોઈએ તો સરહદી વિસ્તાર વાવ તાલુકાના તડાવ ગામે રાત્રિના સમયે તસ્કરોએ એક બંધ એગ્રોની દુકાનને નિશાન બનાવી હતી. આ દુકાન આ વિસ્તારમાં પેટ્રોલ પંપ ધરાવતા વેપારી વર્ધાજી રાજપુતની હતી. જોકે દુકાનમાં ચોરી થતાં, દુકાન માલિકે તપાસ કરતા જાણવા મળ્યું કે ” તેઓની દુકાનમાંથી રોકડ રકમ, સોના, ચાંદી સહીત 71 લાખથી વધુની મત્તા ચોરાઈ ગઈ છે. જેમાં 19 તોલા સોનાના દાગીના અને અન્ય રોકડ રકમ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરિયાદ નોંધી દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. આ ચોરી મોટી હોઇ પોલીસે કુલ સાત જેટલી ટીમો બનાવી ડોગ સ્કોડ, એફએસએલ, ફિંગર પ્રિન્ટ, અલગ અલગ નિષ્ણાંતોની ટીમો બનાવી ચોરીના ગુનાને ડિટેક્ટ કરવાના પ્રયત્નો કરી રહી છે.
ADVERTISEMENT