બનાસકાંઠા: બિપોરજોય વાવાઝોડું ગુજરાત માંથી પસાર થઈ ચૂક્યું છે. પરંતું તેમની અસર ગુજરાતમાં સતત થઈ રહી છે. વાવાઝોડા બાદ બનાસકાંઠા પર વરસાદી આફત આવી પડી છે. બનાસકાંઠામાં સતત બે દિવસ વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. ત્યારે વરસાદને પગલે એક ઇકો અને એક બૉલરો ગાડી આ પાણીના વહેણમાં તણાઇ હતી.જેમાં 7 લોકો તણાયા હતા. NDRF ની ટીમે 5 લોકોનો બચાવ કર્યો છે. ત્યારે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. હજુ એકની શોધખોળ શરૂ છે.
ADVERTISEMENT
ધાનેરાના આલવાડામાં વહેણમાં ફંસાયેલા આ 8 લોકોને NDRFની ટીમે ગામલોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી, આ દરમિયાન વહેણમાં ઇકો ગાડી, બૉલરો ગાડી અને કુલ 7 લોકોમાંથી સાત લોકોને રેસ્ક્યૂ કરીને સહીસલામત બચાવી લેવામાં આવ્યા હતા, ઇક્કો ગાડીનો ડ્રાઈવર મળી શક્યો ન હતો, તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે એક વ્યક્તિની લાશ મળી હતી. ત્યારે વધુ એક વ્યક્તિની શોધખોળ શરૂ છે.
રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે અલવાડામાં રેલ નદીમાં ભારે પાણી આવ્યું હતું. જેમાં એક સાથે બે વાહનો પૂરના પાણીમાં તણાયા હતા. ઇકો કારમાં સવાર અને રેલ નદીમાં ડૂબી ગયેલા 2 મુસાફરોમાંથી એકનો મૃતદેહ મળ્યો છે. રવિભાઈ પુરૂષોત્તમભાઈ ઠક્કર નામના યુવાનની લાશ મળી આવી હતી. એનડીઆરએફ અને વહીવટી પોલીસ અન્ય ગુમ વ્યક્તિની શોધખોળ કરી રહી છે. વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લામાં 150થી વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. અનેક રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓમાં અવરજવરના રસ્તાંઓ બંધ થયા છે. ધાનેરામાં ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો પડવાની ઘટનાથી વાહનવ્યવહાર પણ ખોરવાયો છે, વાહન ચાલકોને મુશ્કેલીઓ નડી રહી છે.
(વિથ ઈનપુટ: ધનેશ પરમાર, બનાસકાંઠા)
ADVERTISEMENT