બનાસકાંઠાઃ બનાસકાંઠાના થરાદમાં સવારે 8 વાગ્યાથી લોકોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક કલાકમાં કુલ 7.13 ટકા અંદાજીત મતદાન થરાદમાં થયું છે. થરાદમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે પણ સવારે મતદાન કર્યું હતું અને પોતાની જીતનો દાવો કર્યો હતો.
ADVERTISEMENT
થરાદ બેઠકમાં બંને પક્ષોના ઉમેદવારોમાં કાંટાની ટક્કર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના બીજા તબક્કામાં કુલ 93 બેઠકો પર મતદાન આજે સોમવારે સાંજે 5 વાગ્યા સુધી થવાનું છે. ગુજરાતના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાઓમાં મતદાન થવાનું છે ત્યારે મતદારોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે. બનાસકાંટામાં ભાજપના શંકરસિંહ ચૌધરી અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. કારણ કે જ્યારે બંને નેતાઓ પ્રચાર દરમિયાન રોડ શો કરતા હતા ત્યારે બંનેની સાથે મોટી મેદની રોડ શોમાં જોડાતી હતી. બંને ઉમેદવારો જ્યાં દમદાર ટક્કર આપી રહ્યા છે ત્યાં મતદારોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠામાં 1 કલાકમાં કુલ અંદાજીત 5.36 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે થરાદ બેઠક પર બનાસકાંઠાનું સૌથી વધુ મતદાન 7.13 ટકા અંદાજીત થઈ ચુક્યું છે.
(વીથ ઈનપુટઃ ધાનેશ પરમાર, બનાસકાંઠા)
ADVERTISEMENT