ધનેશ પરમાર.બનાસકાંઠાઃ ગકોંગ્રેસના પૂર્વ તાલુકા પ્રમુખ ઠાકરસી રબારી સામે દારુના મામલામાં ફરિયાદ થતા ભારે ચકચાર મચી ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના સરહદે અડીની આવેલી માવસરી પોલીસ ચેકપોસ્ટ નજીકથી પોલીસે એક શકમંદ સ્કોર્પિયો જીપ ઝડપી હતી. આ જીપના ગુપ્ત ખાનામાં વિવિધ માર્કાનો રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવા માટે લવાયેલો વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે આ કેસમાં સ્થળ પરથી બે આરોપીઓની અટકાયત કરી છે. જોકે વિદેશી દારૂનાં આ કેસમાં કુલ પાંચ વિરુદ્ધ એફઆઇઆર થઈ છે. જેમાં કોંગ્રેસના પૂર્વ તાલુકા પ્રમુખ ઠાકરસી રબારીનું પણ નામ ખુલ્યું છે. જેનાથી વિવાદ છવાયો છે.
ADVERTISEMENT
જોકે માવસરી પોલીસ મથકમાં દારૂના કેસમાં વાવ કોંગ્રેસના પૂર્વ પ્રમુખની સંડોવણીનો મામલો સામે આવતા તેમજ માવસરી પોલીસ દફતરે દાખલ થયેલી એફઆઇઆરમાં આરોપી તરીકે વાવના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ઠાકરસી રબારીનું નામ ખુલતા તેઓએ પોતાના બચાવમાં સ્થાનિક રાજકીય નેતાઓ તેમજ પોલીસ પર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે. ઠાકરસી રબારીએ આ મામલે પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં બચાવ તરીકે રજૂ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલના કથિત દારૂ કેસમાં આરોપી ઠાકરસી રબારી વાવ વિધાયક ગેનીબેન ઠાકોરનાં 2017 ચૂંટણીમાં મુખ્ય પ્રચારક અને ચૂંટણી એજન્ટ હતા. તે બાદ 2022 માં થરાદ કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના મુખ્ય ટેકેદાર હતા.
વર્ષ 2019થી જ રૂ. 2000ની નોટો છાપવાની કરી દીધી હતી બંધ, RBIએ 2022માં કહ્યું લોકો પસંદ નથી કરતા
પહેલા આપણે જાણીએ કે ઠાક્કરશી રબારીએ આ અંગે શું કહ્યું જુઓ Video
આ કેસમાં કથિત આરોપી અને વાવ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઠાકરસી રબારીએ સોશિયલ મીડિયામાં પોતાનો વીડિયો વાયરલ કરી કહ્યું કે ગંભીર પ્રકારના આક્ષેપોને પોલીસે સત્ય રીતે વખોડી કાઢ્યા છે. આ કેસમાં અત્યાર સુધી રું 5,34,852/ના મુદ્દા માલ સાથે માવસરી પોલીસે બે આરોપીની અટકાયત કરી છે અને અન્ય ત્રણ આરોપી ફરાર છે. આ બાબતે પોતાનું નિવેદન આપી માહિતી આપતા થરાદ વિભાગીય પોલીસવડા દ્વારા સ્પષ્ટ કરાયું છે કે આ કેસમાં માવસરી પોલીસે યોગ્ય રીતે કાર્યવાહી કરી છે. પાંચ લોકો વિરુદ્ધમાં રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ગુસાડવા બાબતનો પ્રોહીબિશન લગતો કેસ દાખલ થયો છે. ઠાકરસી રબારી સહિત તમામ વિરુદ્ધ પોલીસ પાસે પૂરતા પુરાવા છે અને તમામની ટૂંક સમયમાં ધરપકડ કરાશે.
થરાદ DySP સામતભાઈ વારોતરિયાએ આ અંગે શું કહ્યું જુઓ Video
ADVERTISEMENT