Banakantha Teacher Bhavnaben Patel: અંબાજીના પાન્છા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવનાબેન પટેલ હાલ ખૂબ ચર્ચામાં છે. ભાવનાબેન છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં હોવા છતાં શાળાના રેકોર્ડમાં તેમનું નામ બોલાઈ રહ્યું હોવાની ઘટના સામે આવ્યા બાદ રાજ્યભરમાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ અંગે શિક્ષણમંત્રીએ પણ તપાસના આદેશ આપી દીધા હતા. હવે અમેરિકામાં રહેતા શિક્ષિકા ભાવનાબેન પટેલે આ અંગે વીડિયો જાહેર કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે અને અમેરિકા જતા પહેલા NOC લીધી હોવાની વાત કરી છે.
ADVERTISEMENT
NOC લઈને અમેરિકા ગયાનો શિક્ષિકાનો દાવો
એક વીડિયોમાં ભાવનાબેન કહી રહ્યા છે કે, જ્યારે હું નિકળી ત્યારે જિલ્લા પંચાયતમાંથી એનઓસી લીધી છે. પછી અમેરિકાની પ્રોસેસ કરી હતી. વિઝા માટે પણ એનઓસીની જરૂર હતી, એટલા માટે એ વખતે પણ એનઓસી લીધી છે. મેં બધી જગ્યાએ એનઓસી આપેલી છે. અને તેમ છતાં મારી પાસે તેના પુરાવા છે. તે જાતે તપાસ કરી શકો અથવા હું જ્યારે ત્યારે આવીશ ત્યારે પુરાવા રજૂ કરીશ.
ઈન્ચાર્જ પ્રિન્સિપાલ પર લાંચ માગવાનો આરોપ
આટલું જ નહીં વીડિયોમાં શિક્ષિકા ભાવનાબેન પટેલે શાળાના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ પર પણ લાંચ માગવાનો આરોપ લગાવ્યો છે. અને લાંચના 5 લાખ રૂપિયામાંથી ઉપર સુધી આપવાના થતા હોવાની વાત તેઓ વીડિયોમાં કરે છે. જોકે હવે આ મામલે શિક્ષણ વિભાગની તપાસ બાદ જ વધુ ખુલાસા થઈ શકે છે.
ADVERTISEMENT