Banaskantha News: ડીસાના GIDC વિસ્તારમાંથી શંકાસ્પદ ભેળસેળ યુક્ત મરચું ઝડપાયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ફૂડ વિભાગ (food department)ની ટીમે ૨૧૦૦ કિલો મરચાનો જથ્થો સિલ કર્યો છે. તેમજ મરચાના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હાર્ટ એટેકની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે નકલી પનીર, નકલી મરચા, નકલી ઘી, નકલી ચીઝ, નકલી પનીરથી લઈને ઘણી બધી ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ તો છોડો આખી પ્રોડક્ટ જ નકલી ઊભી કરવાના પણ બનાવો ચામે આવી ચુક્યા છે. આવી તો અઢળક અખાદ્ય વસ્તુઓ માર્કેટમાંથી આપણા ઘર સુધી પહોંચતી થઈ ગઈ છે. આવી અખાદ્ય વસ્તુઓ લોકોના હેલ્થને કેટલી નુકસાન કારક સાબિત થઈ શકે છે તે આપણે જાણીએ છીએ. આવી પ્રોડક્ટ્સને કારણે લોકોના જીવ જોખમાઈ રહ્યા છે ત્યારે હવે આ કારણે વધારે લોકો તેનાથી અસરગ્રસ્ત ના થાય તે માટે કાર્યવાહી અત્યંત જરૂરી બની છે. સતત બની રહેલા હેલ્થ ઈશ્યૂઝના બનાવોને ટાળવામાં જેના કારણે મદદ મળી શકે તેમ છે.
ADVERTISEMENT
Khodiyar maa controversy: બ્રહ્મસ્વરૂપ સ્વામીની ટિપ્પણીથી નારાજ થયો પાટીદાર સમાજ, ખોડલધામ સંસ્થાએ શું કહ્યું?
પ્રારંભીક દ્રષ્ટીએ મરચામાં ભેળસેળ હોવાનું સામે આવ્યું
ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભેળસેળ યુક્ત વસ્તુઓનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને ડીસા શહેરના GIDC વિસ્તારમાં અનેક જગ્યાએ અખાદ્ય પદાર્થોનું મોટા પ્રમાણમા વેચાણ થતું હોવાની ફૂડ વિભાગને માહિતી મળતા ફૂડ ઇન્સ્પેક્ટર પી.આર. ચૌધરીની ટીમે મોઢેશ્વરી ફૂડ પ્રોડક્ટ નામની ફેકટરીમાં દરોડા પાડયા હતા. જ્યાં તપાસ દરમાયન શંકાસ્પદ ભેળસેળ યુક્ત મરચાનો જથ્થો મળી આવ્યો હતો. મેજિક બોક્ષ દ્વારા ફૂડ વિભાગની ટીમે મરચાના સેમ્પલની તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ મરચામાં ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. જેથી ડીસાના ફૂડ અધિકારીએ હાલતો તપાસ સાથે મરચાના સેમ્પલ લઈ ફેકટરીમાં પડેલ ૨૧૦૦ કિલો મરચાના જથ્થાને સીલ કરવામાં આવ્યો છે. તેમજ સેમ્પલ પરીક્ષણ માટે લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરી ફૂડ વિભાગની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT