Banaskantha News: ઉત્તર ગુજરાતનો મહાઠગ ઝડપાયો: 59 ગુનામાં નોકરી આપવાની લાલચ આપી કરતો હતો ઠગાઈ

Banaskantha News: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સહિત ઉત્તર ગુજરાત અને આણંદ સહિતના જિલ્લામાં 59 જેટલા વૃદ્ધો સાથે છેતરપિંડી આચરનાર ઈસમને ગઢ પોલીસે ઝડપી પાડ્યો છે. આ…

gujarattak
follow google news

Banaskantha News: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સહિત ઉત્તર ગુજરાત અને આણંદ સહિતના જિલ્લામાં 59 જેટલા વૃદ્ધો સાથે છેતરપિંડી આચરનાર ઈસમને ગઢ પોલીસે ઝડપી પાડ્યો છે. આ ઠગ પોતાનો શિકાર, ગરીબ અને શ્રમિક વર્ગના વૃદ્ધોને નોકરી અપાવવાની લાલચ આપી તેઓ પાસેથી દાગીના, રોકડ અથવા મોબાઈલ પડાવી લેતો હતો. જે અંગે વિવિધ પોલીસ મથકે ગુના નોંધાયા હતા. જેથી ગઢ પોલીસે પાલનપુર- ડીસા હાઈવે પર ખાનગી બાતમીના આધારે આરોપી રેહાન ખાન રજાકખાન પઠાણને ગણતરીના દિવસોમાં ઝડપી અને જેલ હવાલે કર્યો છે.

Gujarat Assembly: ફરી એકવાર મેડિકલ યુનિવર્સિટી બિલ મુકાયું પડતું

ઝડપાયેલ આરોપી 59 ગુનાનો રીઢો ગુનેગાર

આ કામે ઝડપાયેલ આરોપી રેહાન ખાન રજાકખાન પઠાણને ગઢ પોલીસની તપાસમાં આરોપીએ 59 જેટલા ગુનાઓ આચાર્યા હોવાનું કબૂલ્યું હતું, જેથી ગઢ પોલીસે 59 જેટલા લૂંટ, ચોરી અને છેતરપિંડીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આરોપી રેહાન ખાન રજાકખાન પઠાણની ધરપકડ કરી અને પાલનપુર ડીસા પાટણ મહેસાણા આણંદ સહિતના વિસ્તારોમાં થયેલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. આરોપી રેહાન ખાન પઠાણ મોટાભાગે વૃદ્ધ શ્રમિક અને જરૂરિયાત મંદ લોકોને ટાર્ગેટ બનાવતો હતો. વૃદ્ધોને ચોકિયાત અથવા ચોકીદારની નોકરી આપવાને બહાને કોઈપણ ફેક્ટરી આગળ લઈ જતો અને વૃદ્ધને કહેવામાં આવતું કે, તમને નોકરી અપાવવાની છે તમારા દાગીના ઉતારી દો મોબાઇલ મને આપી દો અને ગરીબ બનીને ઉભા રહેશો તો નોકરી મળશે. આ વૃદ્ધો લાલચ અને વિશ્વાસમાં આવી જઈ અને મોબાઈલ દાગીના અને રોકડ આપી દેતા અને ત્યારબાદ આરોપી મુદ્દામાલ લઈને ફરાર થઈ જતો. ઉપરાંત જે લોકો મજૂરી કામ કરતા હોય છે તેમની પાસે જઈ અને મારા મોબાઈલમાં બેલેન્સ નથી મોબાઈલ ફોન કરવા આપો તેવું કહીને મોબાઈલ લઈને ફરાર થઈ જતો હતો. જ્યારે કોઈ શ્રમિકને મસાલો લેવા મોકલતો અને તેનો મોબાઇલ જરૂરી કામ છે તો ફોન કરીને આપું છું તેમ કહી લઈ લેતો હતો અને ફરાર થઈ જતો હતો. આરોપીએ દવાના બહાને, ફોન કરવાના બહાને, તબેલા પર કામ આપવાના બહાને 59 જેટલા લોકો સાથે લૂંટ, છેતરપિંડી અને ચોરીના ગુનાઓ આચર્યા છે. ગઢ પોલીસે આરોપીને ઝડપી અને 59 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે મોબાઈલ ચાંદીના દાગીના અને રોકડ સહિત 2.19 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે.

    follow whatsapp