Banaskantha News: બનાસકાંઠાના ધાનેરામાં જમીનના વિવાદને લઈને બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં રોષે ભરાયેલી મહિલાઓએ ટ્રેક્ટર પર સવાર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો, અને પુરુષોએ પણ વળતો હુમલો કર્યો હતો. જેમાં 8 લોકો ઘાયલ થયા હતા. આ પછી સ્થાનિક પોલીસે 12 લોકોની ધરપકડ કરી હતી. આ મામલે લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
ધાનેરા તાલુકાના ધરણોધર ગામે જમીન બાબતે બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બે કોમના પરિવારો વચ્ચે મારામારીમાં આઠ લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલામાં 12 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને ઘટના સ્થળે કડક પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને જૂથો વચ્ચેની લડાઈનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.આ મામલે અત્યાર સુધીમાં 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
Harsh Sanghavi Body Guard: હર્ષ સંઘવીના બોર્ડી ગાર્ડે MLAનું બાવળું પકડી ખેંચ્યા તો…
લડાઈમાં ઘાયલ થયેલા લોકોના નામ
1. જુથાજી સુરતાજી રાજપૂત (ઉંમર 55)
2. દેવજી સુરતાજી રાજપૂત (ઉંમર 50)
3. જયસિંહ જુથાજી રાજપૂત (ઉંમર 33)
4. વેણાજી લાખાજી રાજપૂત (ઉંમર 40)
5. સીતાબેન હંસરાજભાઈ પુરોહિત
6. વર્ષાબેન હિતેશભાઈ પુરોહિત
7. ભાવનાબેન હંસરાજભાઈ પુરોહિત
8. ગીતાબેન હંસરાજભાઈ પુરોહિત
(તમામ રહેવાસી ધરણોધર, જિલ્લો ધાનેરા)
ADVERTISEMENT