Banaskantha News: આપણે ત્યાં મંદિરની પવિત્રતા અંગે આપણે કેટલું બધું સાંભળ્યું અને જાણ્યું છે. ધર્મ સ્થળમાં પણ કેટલાક શખ્સો જ્યારે ગુનાહિત કૃત્ય કરે છે ત્યારે તેવા શખ્સો પર લોકોમાં કેટલો ફિટકાર હોય છે તે પણ આપણે જાણીએ છીએ. હાલમાં તો વિદ્યાના મંદિર એવી યુનિવર્સિટીઝમાં પણ ગાંજાના છોડવા મળવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. ત્યાં હવે ભગવાનના મંદિરમાં ગાંજાના છોડવા વાવ્યાની ઘટના સામે આવી છે.
ADVERTISEMENT
ડાંગ જિલ્લામાં ભારે વરસાદઃ સાપુતારા 104 mm, જુઓ Videos
મંદિરના બાજુના ભાગમાં વાવ્યો હતો ગાંજો
બનાસકાંઠાના થરાદ ખાતે આવેલા લુણાવા ગામમાં મંદિરમાં ગાંજાના છોડ મળી આવ્યા છે. અહીં અસામાજીક તત્વો ગાંજો પીતા હોવાની માહિતી પોલીસ સુધી પહોંચી હતી. લોકો પણ અહીં ગાંજો પીવાતો હોવાની ફરિયાદો કરવા લાગ્યા હતા. જેને પગલે પોલીસે અહીં તપાસ કરી હતી. જોકે પોલીસ જ ચોંકી ગઈ કે મંદિરમાં અહીં રહેતા એક શખ્સે ગાંજો વાવ્યો હતો. ગાંજાના મોટા પ્રમાણમાં છોડવા મળી આવ્યા હતા. પોલીસે આ શખ્સની ધરપકડ કરી લીધી છે. અહીં મંદિરની બાજુના ભાગમાં ગાંજો વવાયો હતો.
ADVERTISEMENT