બનાસકાંઠાઃ બાદલપુરાની સ્ટાર બેકરી પર ફૂડ વિભાગનો દરોડો, 1280 કિલો ચટણી જથ્થો ઝડપાયો

ધનેશ પરમાર બનાસકાંઠા: બનાસકાંઠામાં ઉનાળા સમયમાં આખાધ્ય ચીજ વસ્તુઓ વેચાણ કરતા વેપારીઓ નફાકારક હેતુ માટે બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ બનાવતા હોય છે. જેમાં બનાસકાંઠા ફૂડ…

food

food

follow google news

ધનેશ પરમાર બનાસકાંઠા: બનાસકાંઠામાં ઉનાળા સમયમાં આખાધ્ય ચીજ વસ્તુઓ વેચાણ કરતા વેપારીઓ નફાકારક હેતુ માટે બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ બનાવતા હોય છે. જેમાં બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીને આધારે પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે આવેલી એક બેકરી પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાનમાં પાંચ કિલોના પેકિંગ સાથેની ચટણીનો મોટો જથ્થો શંકાસ્પદ જણાયો હતો. જેથી ફૂડ વિભાગે પંચોની રૂબરૂમાં આ જથ્થાને સીઝ કરી તેના સેમ્પલ લઇ લેબોરેટરી અર્થે મોકલી આપ્યા છે.

સાબરમતીમાં બાળક રમતા રમતા પડ્યું- બચાવવા કુદી માતા, પછી પિતાએ પણ લગાવી છલાંગ- Video

 

ચટણી ખાવા લાયક છે કે કેમ તેની થશે તપાસઃ ફૂડ વિભાગના અધિકારી
આ બાબતે માહિતી આપતા ફૂડ વિભાગ બનાસકાંઠાના તેજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ખાનગી રાહે મળેલી માહિતી આધારે અમોએ પાલનપુરના બાદલપુરા ગામની સ્ટાર બેકરી ખાતે સર્ચ તપાસ હાથ ધરવાની સૂચના મારી ટીમને આપી હતી. જેમાં અમારી ટીમના એમ.એલ. ગુર્જર તેમજ પી.આર ચૌધરી તપાસ અર્થે સ્ટાર બેકરી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પાંચ કિલો કોન્ટીટી સાથેના પ્લાસ્ટિકના ટીનમાં પેક કરેલી ચટણીનો જથ્થો શંકાસ્પદ હાલતમાં જોયો હતો. આ જથ્થો ખાવા લાયક છે કે કેમ તેની ગુણવત્તા ચકાસવા માટે જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો. આ કામે 1280 કિલો જથ્થાની કિંમત આશરે રૂ. 64000 / ગણી તપાસ અર્થે જપ્ત કરાયો છે. જેના સેમ્પલ લઈ લેબોરેટરી અર્થે મોકલાયેલા છે.

    follow whatsapp