ધનેશ પરમાર.બનાસકાંઠાઃ બનાસકાંઠાના દિયોદર ગામે હાલમાં ગરમા ગરમીનો માહોલ ઊભો થઈ ગયો હતો, જ્યારે ધારાસભ્ય કેશાજી ચૌહાણની હાજરીમાં જ ખેડૂત નેતા પર તેમના સમર્થકોએ હુમલો કરી દીધો હતો. ધારાસભ્યના જ ટેકેદારો, ધારાસભ્યની જ હાજરીમાં ખેડૂત અગ્રણીને ગાલ પર ચોડી દે તે મામલો અહીં અસહનીય બન્યો હતો અને સમગ્ર વિસ્તાર માટે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો હતો.
ADVERTISEMENT
જોકે કેમ થઈ ગરમા ગરમી? આવો જાણીએ
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠાના દિયોદરમાં અટલ ભૂજલ યોજના માટેનો કાર્યક્રમ યોજાયો હતો. દરમિયાન ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ હાજર રહ્યા હતા અને અન્ય અગ્રણીઓ પણ હતા. તે વખતે ખેડૂત આગેવાન અમરાભાઈ નામના વ્યક્તિ ધારાસભ્યને કેટલીક રજૂઆત કરવા માટે ગયા હતા. જોકે આપણે ત્યાં ચા કરતા કિટલી ગરમ એ કહેવત પણ એટલી જ પ્રચલિત છે જે આપ જાણો છો. હવે વાત કરીએ મામલાની તો આ રજૂઆત દરમિયાન અચાનક ખેડૂત પર નારાજ થયેલા ધારાસભ્યના ટેકેદારોએ ખેડૂત આગેવાનને એક પછી એક લાફા લગાવી દીધા હતા.
રાજકોટઃ ટામેટાની કેક અને લોકોમાં પણ વહેંચ્યા ટામેટા, બાળકના જન્મ દિવસની કટાક્ષ સાથે ઉજવણી
ખેડૂતને માર મારતા ધારાસભ્ય પર લોકો ગીન્નાયા
ખેડૂત અગ્રણી વ્યક્તિ પર ધારાસભ્યના ટેકેદારો ફરી વળ્યા ત્યારે કેશાજી ચૌહાણ બસ જોતા જ રહ્યા, મામલાને અટકાવવાનો કે પોતાના ટેકેદારોને શબ્દ પણ ના કહી શક્યા જેના કારણે લોકોમાં ધારાસભ્ય પર રોષ જોવા મળી રહ્યો છે. ટેકેદારને વાંધો એ હતો કે કાર્યક્રમમાં કહેવા આવો છો ત્યાં જ્યારે સાહેબ (ટેકેદારના સાહેબ, ધારાસભ્ય પોતે) ગામમાં મીટીંગ કરવા આવે છે ત્યારે પણ તું બોલે છે અને અહીં પણ તું ઊભો થઈને બોલે છે. મતલબ કે વારંવારની રજૂઆતોથી ધારાસભ્ય જ નહીં તેમના ટેકેદારોમાં પણ નારાજગી હતી. સવાલોથી ભાગતા તંત્રએ હવે લોકોના મોંઢા બંધ કરવા હાથ ઉગામવાનો શરૂ કર્યો છે તેવી ચર્ચાઓને લઈને લોકોમાં નારાજગીનો દૌર શરૂ થતો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT