Banaskantha : ખાનગી દવાખાનામાં સારવાર દરમિયાન ચાર વર્ષના બાળકનું મોત, ડોકટર પર બેદરકારીના આક્ષેપ

ધનેશ પરમાર, બનાસકાંઠા: ડોકટરને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. ત્યારે ડૉક્ટરના ભૂલના કારણે લોકોના જીવ પણ ગુમાવ્યા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી હકે.…

gujarattak
follow google news

ધનેશ પરમાર, બનાસકાંઠા: ડોકટરને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. ત્યારે ડૉક્ટરના ભૂલના કારણે લોકોના જીવ પણ ગુમાવ્યા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી હકે. ત્યારે Banaskantha જિલ્લામાં આવી ઘટના સામે આવી છે.  Banaskantha જિલ્લા  અમીરગtઢના ઈકબાલગઢમાં એક ખાનગી દવાખાનામાં સારવાર દરમિયાન ચાર વર્ષના બાળકનું મોત થતાં પરીવારે હોબાળો મચાવી ડોકટર પર બેદરકારીના આક્ષેપ કર્યા છે.

ઈકબાલગઢના ચેખલા ગામના દરબાર પરિવારના ચાર વર્ષના બાળકને તાવ આવતા સારવાર માટે ઈકબાલગઢની ખાનગી દવાખાનામાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન એકના એક પુત્રનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે આ ઘટનાને લઈ મૃતક બાળકના પરિવારજનોએ ડૉક્ટર પર ગંભીર આરોપ લગાવ્યો હતો.

પરિવારજનોએ લગાવ્યો આક્ષેપ
પરિવાર જનોએ ડોકટરે આપેલા ઇન્જેક્શન બાદ બાળકનું મોત થયાના આક્ષેપ કર્યા હતા. મામલો ગરમાતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પરિવારે ડોકટરની બેદરકારીને લઈ પેનલ પીએમ કરવાની માંગ કરી છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Drugs: રાજ્ય કક્ષાનો કબડ્ડી ખેલાડી 500 નશીલા ઈંજેક્શન સાથે ઝડપાયો, કરવાનો હતો મોટું કાંડ

હોસ્પિટલ ફરતે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો
માસુમ બાળકના મોતથી તેના પરિવારજનો માં તબીબ સામે રોષ ફાટી નીકળ્યો હતો.અને જાહેર સુલેહ શાંતિ ભંગ થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ મામલે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને પગલે  પોલીસે હોસ્પિટલ ફરતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp