ધનેશ પરમાર.બનાસકાંઠાઃ બનાસકાંઠા (Banaskantha)ના ટ્રાઈબલ વિસ્તાર દાંતા તાલુકાના 42 ખેડૂતો સાથે અજબ છેતરપિંડી આચરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં આદિવાસી ખેડૂતોના ટ્રેક્ટર લોનથી અપાવવાની પ્રથમ લાલચ આપી ડોક્યુમેન્ટ મેળવી 52 ટ્રેક્ટરો, વેચાણ લેવાયા હતા. જોકે આ ટ્રેક્ટર્સ તે બાદ ભેજાબાજો ધંધા, રોજગારમાં લગાવવાના બહાને લઈ જવાયા હતા. બાદમાં ખેડૂતોને ખબર પડી કે આ આખો ખેલ છેતરપિંડીનો છે. જેથી તેઓએ ભેજાબાજ ઠગો વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. આ છેતરપિંડીને લઇ થોડા દિવસ પહેલા દાંતા પોલીસ મથકે આ ઠગો વિરૂદ્ધ ગુનો નોંધી બે આરોપી સહિત 23 ટ્રેક્ટર ઝડપી પાડી 92 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ADVERTISEMENT
ખેડૂતોએ લોન કરી ટ્રેક્ટર ખરીદ્યા અને ઠગ ટોળકી લઈ ગઈ
આ ઠગાઈ વેલપ્લાન્ડ હતી. જેમાં અંતરિયાળ વિસ્તારના આદિવાસી સમાજના લોકોને પ્રથમ ટ્રેક્ટરના માલિક બનાવવા લલચાવવામાં આવ્યા હતા. જેથી હોંશે હોંશે પીડિત ખેડૂતોએ પોતાના લોન હેતુના ડોક્યુમેન્ટ આ ઠગોને આપ્યા હતા. જે આધારે પ્રથમ ટ્રેક્ટર ખેડૂતોના નામે ખરીદાયા હતા. જે બાદ આ ઠગોએ ખેડૂતોનાં ટ્રેક્ટર ૬ માસના ખોટા કરાર કરી, ભાડેથી ફેરવવા મેળવ્યા હતા. આ બધું દાહોદના બલુભાઇ રત્નભાઈ મેડા તેમજ રાજુસિંહ દરબાર ભાણવાસ સતલાસણા નામના બે ઈસમોએ કર્યું હતું. આ ઠગોએ ટ્રેક્ટર ભાડે લેતી વખતે વાયદો પણ કર્યો કે, દાંતા તાલુકામાં કવોરી આવેલી છે અને આ ક્વોરીમાં ટ્રેક્ટર ભાડેથી ફરશે, હપ્તો પણ એ લોકો ચુકવશે અને નફામાં દરેક ટ્રેક્ટર માલિકને મહિને 20,000 રૂપિયા મળશે. આવું કહીને આ ઠગો 52 જેટલા ટ્રેક્ટર લઈ ગયા હતા. જોકે ત્યારબાદ ખેડૂતને પૈસા મળતા બંધ થઈ ગયા અને હપ્તો પણ ભરાતો ન હતો.
અમરમણિ ત્રિપાઠી જેવા માફિયા કેમ બન્યા યોગીની મજબુરી? બ્રહ્મ સમાજને મનાવવો મોટો પડકાર
ત્યારે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની વાતને લઇને ખેડૂતો ત્યાં શોધખોળ કરતા ટ્રેક્ટર મળ્યા નહોતા. તેમજ ટ્રેક્ટર અપાવનાર ઈસમ પણ ન હતો. ત્યારે છેતરપિંડીનો ભોગ બનનાર લોકોએ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે 21 ટ્રેક્ટરની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં પોલીસે છેતરપિંડી કરનાર બે ઈસમો સહિત 23 ટ્રેક્ટર પણ ઝડપી પાડ્યા હતા. 92 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ પોલીસે વધુ 34 જેટલા ટ્રેક્ટર માટેની તપાસ હાથ ધરી છે. 52 ટેક્ટરની ચોરીને લઈને છેતરપિંડીનો અહેસાસ થતાં લોકો દાંતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જ્યાં પોલીસે 21 ટ્રેક્ટરની ફરિયાદ નોંધી હતી. ત્યારે થોડાં જ દિવસોમાં પોલીસે 23 ટ્રેક્ટર ઝડપી બે આરોપીઓની અટકાયત કરતા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. તેમજ અન્ય 34 જેટલા બાકી ટ્રેક્ટર પણ કબ્જે કરવામાં આવે તેવી માગ કરી હતી. આમ ખેડૂતો સાથે અજબ ગજબની ઠગાઈ થઈ હતી. જોકે એસપી અક્ષયરાજની સુધી દરમ્યાનગીરી થતાં, ફરિયાદ અને તપાસ બાદ 23 ટ્રેક્ટર્સ સાથે બે આરોપીઓ ઝડપાયા છે.
ADVERTISEMENT