બનાસકાંઠા: પૂર ઝડપે જતી સ્કોર્પિયો 3 દુકાનના શેડ અને શટર તોડી ડિવાઈડર સાથે અથડાઈ, 3 લોકોનાં મોત

બનાસકાંઠા: બનાસકાંઠાનો ધાનેરા-થરાદ હાઈવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. ધાનેરા-થરાદ હાઈવે પર આજે વહેલી સવારે સ્કોર્પિયો ગાડી પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 3 લોકોના…

gujarattak
follow google news

બનાસકાંઠા: બનાસકાંઠાનો ધાનેરા-થરાદ હાઈવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. ધાનેરા-થરાદ હાઈવે પર આજે વહેલી સવારે સ્કોર્પિયો ગાડી પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થઈ જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વહેલી સવારે થરાદ-ધાનેરા હાઈવે પર અકસ્માત
વિગતો મુજબ, થરાદ-ધાનેરા હાઈવે પર પરોઢિયે એક સ્કોર્પિયો કાર પૂર ઝડપે જઈ રહી હતી. આ દરમિયાન અચાનક ચાલકે ગાડી પરથી કાબુ ગુમાવતા સ્કોર્પિયો કાર 3 દુકાનોના શેડ અને એક દુકાનનું શટર તોડીને ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે આખી સ્કોર્પિયો કારનો બુકડો બોલી ગયો હતો. અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત નિપજ્યા હતા, તો 3 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. હાલમાં મૃતકો પમરુ ગામના હોવાની માહિતી મળી રહી છે. જોકે તેમની ઓળખ થઈ શકી નથી.

પોલીસે અકસ્માતનું કારણ જાણવા તપાસ હાથ ધરી
હાલમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ અકસ્માત કેવી રીતે બન્યો તે અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    follow whatsapp