બનાસકાંઠાઃ રામ રાખે તેને કોણ ચાખે, બનાસકાંઠાના આ સીસીટીવી જોયા પછી તમને પણ આ કહેવત સાચી ઠરેલી લાગશે. વડગામના સલેમકોટ ગામ ખાતેની આ ઘટના છે જ્યાં એક પીક અપ ડાલું ઢાળ પર ઊભું હતું અને અચાનક રિવર્સમાં ગબડી પડ્યું હતું. અચાનક આ ડાલુ ગબડવા લાગતા લોકો પણ તેને રોકવાના પ્રયાસમાં લાગ્યા પરંતુ કોઈના હાથે લાગે તેમ ન્હોતું કારણ કે જોત જોતામાં જ ડાલાની સ્પીડ વધી ગઈ હતી. આ દરમિયાન ઉપર જ એક વ્યક્તિ હતો જેનો ચમત્કારિક બચાવ થયો હતો. ડાલુ તો પલ્ટી ગયું પરંતુ આ વ્યક્તિનો બચાવ થતા લોકોને હાંશકારો થયો હતો.
ADVERTISEMENT
રાજીવ ગાંધીના શરીરના ચિંથરા ઉડી ગયા હતા એક ટુકડો પણ નથી મળ્યો, આઝમ ખાનનું વિવાદિત નિવેદન
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
વડગામના સલેમકોટ ગામમાં એક વિચિત્ર ઘટના બની હતી. જેમાં ડ્રાઈવર વગર પીક અપ ડાલુ અચાનક રિવર્સમાં ગબડી પડ્યું હતું. દુકાન આગળ ઊભેલું આ પીક અપ ડાલુ અચાનક રિવર્સમાં જઈને પલ્ટી ગયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર આ ડાલાનો ચાલક ખુદ ડાલાની ઉપર હતો. દરમિયાનમાં તેઓ સામાન ઉતારી રહ્યા હતા. ત્યારે અચાનક પીઅપ ડાલું રિવર્સમાં જવા લાગ્યું. ત્યાં ઊભેલા કેટલાક લોકો ડ્રાઈવર વગર રિવર્સમાં જઈ રહેલા આ ડાલાને રોકવાનો પ્રયત્ન કરવા લાગ્યા પરંતુ તે રોકાય તેમ ન્હોતું કારણ કે ડાલું અચાનક જ ખુબ સ્પીડમાં જવા લાગ્યું હતું.
ચાર્જશીટ મંજૂર ન થવા સાથે આપમેળે જામીનને કોઈ લેવાદેવા નથી!- સુપ્રીમ કોર્ટના આદેશે કરી સ્પષ્ટતા
આ તરફ ડાલું રિવર્સમાં ડ્રાઈવર વગર ગબડી રહ્યું હતું ત્યાં ઉપર ઊભેલા વ્યક્તિએ છલાંગ લગાવી દીધી હતી. જેના કારણે તેમનો ચમત્કારિક બચાવ તો થયો જ હતો પરંતુ બીજી હાંશકારો આપનારી વાત એ પણ હતી કે સ્પીડમાં રિવર્સ જઈ રહેલા પીક અપ ડાલાની અડફેટે કોઈ બીજું વ્યક્તિ કે વાહન આવ્યું નહી, કે જેથી અન્યોના પણ જીવ જોખમાં પડી શકે. આખરે ડાલું પલટી ગયું હતું પરંતુ લોકોને હાંશકારો એ વાતનો હતો કે કોઈ જાનહાની થઈ નહીં. જુઓ આ સીસીટીવી…
(ઈનપુટઃ ધનેશ પરમાર, બનાસકાંઠા)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT