Heart Attack: રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવોમાં યુવાનો બાદ હવે યુવતીઓના પણ ધીમે ધીમે મોત થઈ રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં 20 વર્ષની એક યુવતીનું હાર્ટ એટેકના કારણે મોત થઈ ગયું. એટેક આવતા સમયે યુવતી ખેતરમાં ઘાસચારો વાઢી રહી હતી. અચાનક જ તે ઢળી પડતા પરિજનો તાત્કાલિક સારવાર માટે તેને હોસ્પિટલ લઈને દોડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ યુવતીને મૃત જાહેર કરી હતી.
ADVERTISEMENT
ખેતરમાં કામ કરતા હાર્ટ એટેક
પાલનપુરના આકેસણ ગામમાં 20 વર્ષની ભૂમિકા મોર નામની યુવતી ખેતરમાં કામ કરી હતી. ઢોર માટે ઘાસચારો વાઢતા સમયે જ તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડૃ્યો અને તે નીચે ઢળી પડી હતી. આથી પરિજનો તાત્કાલિક ભૂમિકાને લઈને સારવાર કરાવવા હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. આટલી નાની ઉંમરે યુવતીનું હાર્ટ એટેકના કારણે મોત થઈ જતા પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા છે.
નવરાત્રી દરમિયાન પણ યુવકોના એટેક આવ્યા
નોંધનીય છે કે, બનાસકાંઠા જ નહીં રાજ્યભરમાં અત્યાર સુધીમાં હાર્ટ એટેકના કારણે ઘણા યુવાઓ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં નવરાત્રી દરમિયાન પણ યુવાનોને ગરબા રમતા હાર્ટ એટેક આવ્યાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે યુવતીને એટેક આવતા લોકો ચિંતિત બન્યા છે.
ADVERTISEMENT