5 લાખ પશુપાલકોને બનાસ ડેરીએ આપી ગુડ ન્યૂઝ, દૂધના ખરીદ ભાવમાં કર્યો મોટો વધારો; જાણી લો નવો ભાવ

Banas Dairy: એશિયાની સૌથી મોટી બનાસડેરીએ રક્ષાબંધન પહેલા પશુપાલકોને મોટી ભેટ આપી છે. બનાસ ડેરીની 56મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે ભાવફેરની જાહેરાત કરાઈ છે.

Banas Dairy

બનાસ ડેરી પશુપાલકોને રક્ષાબંધનની ભેટ

follow google news

Banas Dairy: એશિયાની સૌથી મોટી બનાસડેરીએ રક્ષાબંધન પહેલા પશુપાલકોને મોટી ભેટ આપી છે. બનાસ ડેરીની 56મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે ભાવફેરની  જાહેરાત કરાઈ છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકો માટે 18.52% ભાવફેર વધારાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ હવે 5 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે. 

પશુપાલકો માટે ભાવફેરની જાહેરાત

દિયોદરના સણાદરના બનાસ સંકુલ ખાતે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને આજે 56મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં તેમણે પશુપાલકો માટે ભાવફેરની જાહેરાત કરી હતી, જેમાં 2022-23માં કિલો ફેટે 948નો ભાવ અપાયો હતો, તો આ વર્ષે પશુપાલકોને કિલો ફેટે 989 રૂપિયાનો ભાવ વધારો આપવાની જાહેરાત કરવામાં આવી હતી. 

પશુપાલકો ખુશ-ખુશ

શંકર ચૌધરી દ્વારા આ વખતે નવો ભાવ ફેર 1973 કરોડ આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. બનાસ ડેરીના ચેરમેનની આ જાહેરાતથી પશુપાલકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. તો બીજી તરફ જિલ્લામાં સૌથી વધુ દૂધ ભરાવનારી 10 મહિલા પશુપાલકોને સન્માનિત કરાઈ હતી. 

ઈનપુટઃ પરેશ પઢીયાર, બનાસકાંઠા

    follow whatsapp