અમદાવાદ: બોલિવૂડમાં લાંબા સમય બાદ ફરીથી કમબેક કરી રહેલા કિંગ ખાન શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો શરૂઆતથી જ વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મના સોન્ગમાં ‘ભગવા બિકિની’ને લઈને શરૂ થયેલો વિવાદ હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ફરીથી પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો છે. આટલું જ નહીં દીપિકા પાદુકોણેના જૂતાનો હાર પહેરાવીને તેનું પૂતળું બાળ્યું હતું. ત્યારે એક તરફ આ ફિલ્મનો ભરપૂર વિરોધ થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોશિએશન દ્વારા સરકારની મદદ માંગવામાં આવી છે ત્યારે બજરંગ દળના અધ્યક્ષ જ્વલિત મહેતાએ નિવેદન આપતા કહ્યું કે, કોઈ પણ સંજોગોમાં આ ફિલ્મ રીલીઝ નહીં થવા દે
ADVERTISEMENT
આ મામલે બજરંગ દાળના અધ્યક્ષ જ્વલિત મહેતાએ કહ્યું કે આવનાર 25 તારીખે પઠાણ ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે. જેમાં દિપીકા પાદુકોણ દ્વારા ન શોભે તેવા ભગવા રંગના કપડાં પહેરી અને બે શરમ રંગ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેનાથી હિન્દુ ધર્મનું અપમાન થયું છે. બજરંગ દળ કોઈ પણ સંજોગે આ અપમાન સહન નહીં કરે. આ સીન હટાવી દેવામાં આવ્યો હોય તો પણ બજરંગ દળ વિરોધ કરશે. કારણ કે બોલીવુડમાં આ એક ફેશન બની ચૂક્યું છે. હિન્દુ ધર્મનું અપમાન કરો એવી ફિલ્મ બનાવો. અને પાછળથી માફી માંગી લો. એટલે આ પ્રમોશનનું માધ્યમ બની ગયું છે. કોઈ પણ સંજોગોમાં આ ફિલ્મ રીલીઝ નહીં થવા દે. અને આ ફિલ્મમાં જે અશ્લીલ ફિલ્મ કપડાં પહેર્યા છે તેનાથી લોકોમાં વિકૃતિ જાગે છે અને તેનાથી કોઈપણ સમાજની દીકરી ભોગ બની શકે છે. બજરંગ દળ તેમની રક્ષા કરવા કટિબદ્ધ છે. બજરંગ દળ કોઈ પણ ભોગે હિન્દુ સનાતન ધર્મની રક્ષા માટે સરકારના સન્માન માટે આ ફિલ્મ રીલીઝ નહીં થવા દે.
આ પણ વાંચો: પઠાણ ફિલ્મના રિલિઝ મામલે મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશ અધ્યક્ષનું નિવેદન, જાણો શું કહ્યું
ફિલ્મમાં ‘બેશરમ રંગ’ સોન્ગને લઈને શરૂ થયો હતો વિવાદ
ફિલ્મનું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થયું ત્યારથી જ તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ પહેલા સુરત તથા વડોદરામાં પણ વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ ફિલ્મનો વિરોધ કર્યો હતો અને થિયેટરમાં જઈને પઠાણ ફિલ્મના પોસ્ટર્સ ઉતારીને ફાડી નાખ્યા હતા. ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી 25મી જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થશે ત્યારે તેને ગુજરાતમાં રિલીઝ કરાશે કે નહીં અને જો રિલીઝ કરાશે તો પછી વીએચપી અને બજરંગદળ કેવા પ્રકારનો વિરોધ કરે છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT