સુરત: બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ બે દિવસના સુરત પ્રવાસે છે. જ્યાં તેમનો આજે પણ દિવ્ય દરબાર યોજાવાનો છે. ગઈકાલે પણ લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી મેદાનમાં બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર યોજાયો હતો. જેમાં વિચિત્ર કિસ્સો બન્યો હતો. પોતાની પરેશાની લઈને સુરતનો એક યુવક સ્ટેજ પર આવ્યો હતો અને ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્ટેજ પર જ તેના વિશે ખુલાસાઓ કરી નાખતા સાંભળીને તે ચોંકી ઉઠ્યો હતો. જેનો વીડિયો હાલમાં સામે આવ્યો છે.
ADVERTISEMENT
વીડિયોમાં સુરત પાટીયાનો વિપુલ નામનો યુવક સ્ટેજ પર બેઠેલો છે. યુવક પોતાની સમસ્યા લઈને આવે છે અને તે બાગેશ્વર બાબાને પોતાની સમસ્યા જણાવે તે પહેલા જ બાબા તેને સામેથી એક બાદ એક વસ્તુઓ કહેવા લાગે છે. બાદમાં સ્ટેજ પર તેઓ કહે છે, ‘તારી કેટલી પત્નીઓ છે એ વિશે પણ અમે જાણીએ છીએ. તારા હોટલના ગુણ પણ અમે જાણીએ છીએ.’ જુઓ સમગ્ર વીડિયો…
(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)
ADVERTISEMENT