સંજયસિંહ રાઠોડ.સુરતઃ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદ અને પછી ત્યાંથી સુરત આવ્યા છે. ગુજરાતમાં આજે બાગેશ્વર ધામના બાબા તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મુલાકાત કરી હતી. દરમિયાન સનાતન ધર્મને લઈને તેમણે કેટલીક વાત કરી હતી. તેમની સામે ઘણા ભાજપના મોટા કદના નેતાઓ પણ નમી પડ્યા હતા. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો આજથી ગુજરાતમાં દિવ્ય દરબાર શરૂ થઈ રહ્યો છે. આજે જ્યારે તેઓ સુરત આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના પ્રયાસો ચાલુ છે.
ADVERTISEMENT
ગમે ત્યારે દેવાળુ ફૂંકશે અમેરિકા! ભારતની અર્થવ્યવસ્થા કરતા 10 ગણું દેવું, આટલું દેવું કઇ રીતે થયું
સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ એરપોર્ટની બહાર આવતાની સાથે જ જય દ્વારકાધીશ અને જય બાગેશ્વર ધામના નારા લગાવ્યા હતા. ત્યાર બાદ સુરતની જનતાએ તમામ પાગલોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે બાલાજીના આશીર્વાદ રહે છે. તેમણે કહ્યું કે એક દિવસીય દિવ્ય દરબાર છે અને બીજા દિવસે કથા અને ભભૂતિનું વિતરણ કરવામાં આવશે. સુરતની જનતાને સંદેશ આપતા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના પ્રયાસો ચાલુ છે.
ADVERTISEMENT