સરકાર પેપર ફોડનાર માટે લાવશે કાયદો, પેપરફોડે તેની સંપત્તી, ખરીદે તેની કારકિર્દી જપ્ત

ગાંધીનગર : ગુજરાત સરકારને પેપર લીક મુદ્દે જેટલું સહન કરવું પડ્યું છે તેટલું લગભગ અન્ય કોઇ મુદ્દે સહન કરવાનું આવ્યું નથી. તેવામાં પેપરલીકના કારણે પરેશાન…

gujarattak
follow google news

ગાંધીનગર : ગુજરાત સરકારને પેપર લીક મુદ્દે જેટલું સહન કરવું પડ્યું છે તેટલું લગભગ અન્ય કોઇ મુદ્દે સહન કરવાનું આવ્યું નથી. તેવામાં પેપરલીકના કારણે પરેશાન સરકાર હવે કડક કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પેપરલીક કરનારાઓ વિરુદ્ધ હળવી કલમો હેઠળ કાર્યવાહી થતી હોવાના કારણે તેઓ ઝડપાયાના ગણત્રીના દિવસોમાં છુટી ગયા બાદ ફરી એકવાર પોતાનો ધંધો ફરી એકવાર શરૂ કરી દેતા હોય છે.

જે પેપર ફોડશે તેની સંપત્તી જપ્ત અને ખરીદશે તેની કારકિર્દી જપ્ત
ગુજરાત સરકારે હવે આવા કૌભાંડીઓ છુટી ન શકે ઉપરાંત જે લીક થયેલા પેપર ખરીદે તેવા વિદ્યાર્થીઓ પણ ક્યારે જીવનમાં સરકારી પરિક્ષા આપી ન શકે તે માટે જડબેસલાક કાયદો લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. જેના કારણે પેપર વેચનાર તો કડક રીતે દંડાશે જ સાથે સાથે જે ખરીદનારા વિદ્યાર્થીઓ હશે તેને પણ આજીવન માટે બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. જેથી તેઓ ભવિષ્યમાં કોઇ પણ પેપરલીક ખરીદી પણ ન શકે અને પરીક્ષા આપી પણ ન શકે.

કાયદામાં કોઇ છટકબારી ન રહી જાય તે માટે નિષ્ણાંતોને કામે લગાડાયા
આ ઉપરાંત જે વ્યક્તિ પેપર લીક કરવા મુદ્દે દોષીત સાબિત થશે તેની સંપત્તી પણ ટાંચમા લેવામાં આવે તેવા પ્રાવધાનો ઉમેરવામાં આવશે. જેના પગલે જો પેપર લીક કરતા ઝડપાશે તો બેનંબરની સંપત્તી તો ગુમાવશે જ સાથે સાથે પોતાની સંપત્તી પણ ગુમાવવી પડશે. સરકાર તમામ પ્રકારે ફુલપ્રુફ સિસ્ટમ બનાવવા માંગે છે જેના કારણે હાલ કાયદા પર કાયદાના નિષ્ણાંતો અને ઉચ્ચ અધિકારીઓ સમગ્ર પ્રક્રિયાનો બારિકીથી અભ્યાસ કરી રહ્યા છે. જેથી કોઇ પણ છટકબારી છુટી ન જાય અને જે વ્યક્તિ ગુનો કરે તે જેલના સળીયા સુધી પહોંચે.

    follow whatsapp