‘લગ્ન બહુ જલ્દી થશે, તમે શૂટ તૈયાર રાખજો’- વડોદરામાં પોતાના મેરેજ અંગે બોલ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી- Video

વડોદરાઃ બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આજે ગુજરાતના વડોદરા શહેરની મુલાકાતે છે ત્યારે તેમણે પત્રકારો સાથે વાતચિત કરી હતી. એક પત્રકાર પરિષદ દરમિયાન તેમણે…

gujarattak
follow google news

વડોદરાઃ બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આજે ગુજરાતના વડોદરા શહેરની મુલાકાતે છે ત્યારે તેમણે પત્રકારો સાથે વાતચિત કરી હતી. એક પત્રકાર પરિષદ દરમિયાન તેમણે પત્રકારોના ઘણા સવાલોના જવાબો આપ્યા હતા. તેમણે આ દરમિયાન પોતાના લગ્નને લગતા સવાલ અંગે તથા ગુજરાતના લોકોને તેઓ પાગલ કેમ કહે છે તે અંગે જવાબ આપ્યો હતો. જુઓ આ વીડિયો….

રાજનીતિ પર જોખમ આવ્યું ત્યારે ધર્મે તેને બચાવી છેઃ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કેમ તેઓ લોકોને ‘પાગલ’ કહે છે

ધર્માંતરણ અંગે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું
પત્રકારો સાથેના સવાલ જવાબ વખતે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ધર્માંતરણ કરી રહેલા લોકો અંગે વાત કરવાનું કહેતા તેમણે કહ્યું કે, લોલીપોપ બતાવીને ભોળા આપણા સનાતનીય હિન્દુઓને ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. અમે આવું થવા નહીં દઈએ. તમે પણ જો સનાતનીય હોય તો ટેકો કરજો.

લગ્ન અંગે શું બોલ્યા
લગ્ન ક્યારે કરશો? પત્રકારે પુછ્યું, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ તુરંત આ અંગે જવાબ આપતા કહ્યું કે, ખુબ જ ચવાઈ ગયેલો સવાલ છે યાર. એક જ વાર વારંવાર કેમ પુછો છો. જ્યારે થવાની છે ત્યારે થશે. આટલી ઉતાવળ મને તો નથી, જેની થવાની છે તેને જલ્દી હોવી જોઈએ. અમને તો લાગે છે કે, તમે લોકો માનશો જ નહીં મને ઘોડીએ ચઢાવ્યા વગર, બહુ જલ્દી થશે અને તમે તમારો શૂટ તૈયાર રાખજો. કોઈ સંદેહ નથી કે લગ્ન થશે. હું કોઈ સાધુ નથી, હું કોઈ મહાપુરુષ કે ફકીર નથી. હું તમારી જેમ જ માણસ છું. હું ભક્ત છું. લગ્ન કરવાના ધ્યેયમાં મારી માતા અને મારા ગુરુની આજ્ઞા, બસ મારી કોઈ પોતાની અપેક્ષા નથી. માતા-પિતાએ કહ્યું છે કે તારે કરવાની છે તો જે પાપ લાગશે તે પાપ ભોગી લઈશ પણ માતા પિતાના આશીર્વાદને તેમની આજ્ઞાને અનુસરીશ.

(ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા)

    follow whatsapp