Ram Lalla Photos: રામલલાની નવી ઔલોકિક તસવીર આવી સામે, પ્રતિમા ગર્ભગૃહમાં કરાઈ સ્થાપિત

Ram Lalla Idol Photos: અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની પ્રથમ તસવીર સામે આવી છે. હાલમાં, ભગવાનના આંખ પર પાટા બાંધેલ છે જે પ્રાણ પ્રતિષ્ઠાના…

gujarattak
follow google news

Ram Lalla Idol Photos: અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની પ્રથમ તસવીર સામે આવી છે. હાલમાં, ભગવાનના આંખ પર પાટા બાંધેલ છે જે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ખોલવામાં આવશે. 22મી જાન્યુઆરીએ રામ લલ્લાનો અભિષેક કરવામાં આવશે, ત્યારબાદ આંખની પટ્ટી હટાવી દેવામાં આવશે. 23 જાન્યુઆરીથી સામાન્ય લોકો પણ મંદિરના દર્શન કરી શકશે.

ગર્ભગૃહમાં શ્રી રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી

ગઇકાલે નવનિર્મિત મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. રામલલાની મૂર્તિને પગથિયાં પર સ્થાપિત કરવામાં કુલ ચાર કલાકથી વધુનો સમય લાગ્યો હતો. ભગવાન રામની આ મૂર્તિને મંત્રોચ્ચાર અને પૂજાની વિધિઓ સાથે શિખર પર મૂકવામાં આવી હતી. આ દરમિયાન શિલ્પકાર યોગીરાજ અને ઘણા સંતો પણ હાજર હતા. રામ લલ્લાની આ 51 ઇંચની પ્રતિમા મૈસૂરના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. બુધવારે રાત્રે મૂર્તિ મંદિરમાં લાવવામાં આવી હતી.

મકરાનાર માર્બલથી બનેલી છે રામ લલ્લાની બેઠક

સૂત્રો અનુસાર, રામ લલ્લાની બેઠક મકરાનાર માર્બલથી બનવામાં આવી છે.જેના પર રામ લલ્લાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ આસનની નીચે 4 ફૂટ ઊંચું સુવર્ણ સિંહાસન અને ચારેય ભાઈઓ બિરાજમાન છે. સાથે ગર્ભગૃહમાં જ 14 સોનાના દરવાજા લાગેલા છે.

ધાર્મિક અનુષ્ઠાનો અને વિધિઓનો કાર્યક્રમ શરૂ

તમને જણાવી દઈએ કે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ અવસરને વિશેષ અને ઐતિહાસિક બનાવવા અહીં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ મંદિરના ઉદ્ઘાટનના એક સપ્તાહ પહેલા ધાર્મિક અનુષ્ઠાન અને વિધિઓનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. ઉદ્ઘાટન સમારોહની વિધિ 16 જાન્યુઆરીથી શરૂ થઈ છે અને આગામી સાત દિવસ 22 જાન્યુઆરી સુધી ચાલશે.

22 જાન્યુઆરીએ યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની મુખ્ય વિધિનો 22 જાન્યુઆરીએ બપોરે 12.20 વાગ્યે પ્રારંભ થશે. પ્રાણ પ્રતિષ્ઠાની આ પૂજા 40 મિનિટ સુધી ચાલશે. જે બાદ લગભગ 75 મિનિટ પીએમ મોદી, સીએમ યોગી, સંઘ પ્રમુખ મહોન ભાગવત સંદેશ આપશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ આશીર્વાદ આપશે.

    follow whatsapp