Axar Patel Wedding: અક્ષર પટેલની થઈ મેહા… વરમાળા અને સાત ફેરાના વીડિયો સામે આવ્યા

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. તેણે પોતાની મંગેતર મેહા પટેલ સાથે સાત ફેરા લીધા. બંનેની સગાઈ પાછવા વર્ષે થઈ…

gujarattak
follow google news

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. તેણે પોતાની મંગેતર મેહા પટેલ સાથે સાત ફેરા લીધા. બંનેની સગાઈ પાછવા વર્ષે થઈ હતી. અક્ષર અને મેહાના લગ્ન વડોદરામાં વસંત પંચમીએ થયા. જેના ઘણા ફોટો અને વીડિયો હાલમાં સામે આવી રહ્યા છે. આ લગ્નમાં જયદેવ ઉનડકટ સહિત ઘણા ક્રિકેટરો પહોંચ્યા હતા. જોકે ન્યૂઝીલેન્ડ સીરિઝના કારણે વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા સ્ટાર ખેલાડીઓ લગ્નમાં નહોતા પહોંચી શક્યા.

વિન્ટેજ કારમાં જાન નીકળી
28 વર્ષના અક્ષર પટેલ અને મેહા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેની પાછલા વર્ષે જાન્યુઆરીમાં સગાઈ થઈ હતી. વસંત પંચમીએ વડોદરામાં અક્ષરની જાન વિન્ટેજ કારમાં નીકળી હતી. આ સાથે જ અક્ષર અને મેહાના ડાંસના વીડિયો પણ સામે આવી રહ્યા છે. જેમાં બંને ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે વરમાળા અને સાત ફેરાના પણ વીડિયો સામે આવ્યા છે. જેને ખુદ મેહા પટેલ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા છે.

કોણ છે અક્ષરની દુલ્હનીયા મેહા?
મેહા પટેલ વ્યવસાયે ડાયટેશિયન અને ન્યૂટ્રિશિયનિસ્ટ છે. તે સોશિયલ મીડિયા પર પણ ડાયેટ પ્લાન શેર કરતી રહે છે. અક્ષર પટેલ અને મેહાને ઘણી વખતે સાથે રજાઓની મજા માણતા પણ જોવામાં આવ્યા છે. હાલમાં જ બંને અમેરિકા પણ ગયા હતા.

મેહાએ અક્ષર પટેલ માટે પોતાના એક હાથ પર Aksh નામું ટૈટૂ પણ બનાવ્યું છે. મેહા પટેલને રીલ બનાવવાનો પણ ખૂબ શોખ છે. તે ઈન્સ્ટાગ્રામ પર સતત રીલ શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર પણ તેના 27 હજાર ફોલોઅર્સ છે.

    follow whatsapp