VIDEO: ‘તુ માન મેરી જાન…’ સોન્ગ પર અક્ષર-મેહા પટેલનું ધમાકેદાર પફોર્મન્સ, જોઈને મહેમાનો ઝૂમી ઉઠ્યા

વડોદરા: કે.એલ રાહુલ અને અથિયા શેટ્ટી બાદ ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. ગઈકાલે વસંત પંચમીએ ક્રિકેટરે વડોદરામાં મેહા પટેલ…

gujarattak
follow google news

વડોદરા: કે.એલ રાહુલ અને અથિયા શેટ્ટી બાદ ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. ગઈકાલે વસંત પંચમીએ ક્રિકેટરે વડોદરામાં મેહા પટેલ સાથે લગ્ન કરી લીધા અને આજે તેમનું ઉત્તરસંડામાં રિસેપ્શન યોજાવાનું છે. ત્યારે હવે કપલના લગ્ન સેરેમનીના વીડિયો સામે આવી રહ્યો છે. જેમાં મહેંદી સેરેમનીનો એક વીડિયો સામે આવી રહ્યો છે, જેમાં અક્ષર પટેલ અને મેહા પટેલ સોન્ગ પર ડાંસ કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ક્રિકેટર અક્ષર પટેલના લગ્નમાં તેની બહેન સહિતના જાનૈયાઓ જુઓ કેવા મન મુકીને નાચ્યાઃ Video

મહેંદી સેરેમનીમાં કપલના પરફોર્મન્સનો વીડિયો સામે આવ્યો
અક્ષર આ વીડિયોમાં ‘તુ માન મેરી જાન’ સોન્ગ પર સ્ટેજ પર ડાંસ કરતા દેખાય છે. જેમાં કપલનું પરફોર્મન્સ જોઈને લગ્નમાં આવેલા મહેમાનો પણ ઝૂમી ઉઠ્યા હતા. લગ્નના કારણે અક્ષર પટેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી બ્રેક લીધી છે. અક્ષર અને મેહા 10 વર્ષથી એકબીજાને જાણે છે અને લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ પાછલા વર્ષે જાન્યુઆરીમાં બંનેએ સગાઈ કરી હતી. આ બાદ બંને ઘણીવાર સાથે રજાઓ માણતા જોવા મળ્યા છે.

આ પણ વાંચો: MS Dhoniએ ફરી કરી ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં એન્ટ્રી, પ્લેયર્સને આપી સરપ્રાઈઝ, જુઓ VIDEO

ગઈકાલે વડોદરામાં થયા બંનેના લગ્ન
નોંધનીય છે કે, ગઈકાલે રાત્રે વડોદરામાં અક્ષર અને મેહા લગ્નના બંધનમાં બંધાઈ ગયા. ગુજરાતી રીતિ-રિવાજો અનુસાર યોજાયેલા આ લગ્નમાં અક્ષર પટેલની જાન નીકળી હતી. જાનૈયાઓ સાથે અક્ષર પટેલ કેવી રીતે તૈયાર થઈને રંગે ચંગે જાન લઈ નીકળ્યો હતો તેના વીડિયો સામે આવ્યા હતા. દરમિયાન તેની બહેન સહિતના જાનૈયાઓએ મન મુકીને ડાન્સ કર્યો હતો. જેના પણ કેટલાક વીડિયોઝ સામે આવ્યા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp