સુરત: રેલવેમાં ફરિયા તરીકે રમકડા વેચનાર અવધેશ દુબે ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારે હવે ફરી એક વખત તે ચર્ચામાં આવ્યો છે. આરપીએફ જવાનોની હેરાનગતિથી સુસાઈડ કરી લેવાની ચિમકી ઉચ્ચારતો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.
ADVERTISEMENT
અવધેશ દુબે સુરતથી વાપી વચ્ચે ટ્રેનમાં રમકડાઓનું વેચાણ કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી તે ટ્રેનમાં રમકડા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. ટ્રેનમાં તેની રમકડા વેચવાની સ્ટાઇલ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે જેના કારણે તેને ખૂબ ઓળખ મળી છે. પરંતું હવે તે મુશ્કેલીમાં મૂકયો છે. અવધેશ દુબેએ આરપીએફના સિવિલ ડ્રેસમાં આવતા પોલીસ જવાનો જબરદસ્તી પૈસા માંગી હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યા છે. અવધેશ દૂબેએ રેલવે મંત્રી અને PM ને સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી ન્યાયની માંગણી કરી છે. અને જો ન્યાય ન મળે તો આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી છે. અવધેશ દૂબેનો આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જાણો શું કહ્યું વિડીયોમાં
અવધેશ દુબેએ વિડીયો શેર કર્યો છે તેમ જણાવ્યું હતું કે, આજે ફરી એક વખત આરપીએફ જવાનોની દાદાગીરી સામે આવી છે તેઓ કોઇપણ પ્રકારના યુનિફોર્મમાં ન હતા. પહેલા તો મેં તેમને પૂછ્યું કે તે કોણ છે. ત્યારે એમને કહ્યું કે અમે આરપીએફ જવાન છીએ. ત્યારબાદ અમે લાયસન્સ વગર વેચાણ કરી રહ્યા હોવાની વાત મૂકીને અન્ય ફેરિયાઓને કેસ કરવાની ધમકી આપીને તેમની પાસેથી રૂપિયા લઈ લીધા હતા. ત્યારબાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા. જોકે, મેં તેમને પૈસા આપવાની ના પાડતા તે બંને આરપીએફ જવાનોએ મને તમાચા મારવાના શરૂ કરી દીધા હતા અને ત્યારબાદ તેમણે આરપીએફ વલસાડને મને સોંપી દીધો હતો.હું છેલ્લા ઘણા વર્ષોથી ટ્રેનમાં રમકડા વેચું છું પરંતુ જે વ્યક્તિઓ આજે યુનિફોર્મ વગર હતા તેમને હું ઓળખતો ન હતો તેથી હું તેમને પૂછતો હતો કે, તેમનું નામ શું છે. ત્યારે એક વ્યક્તિએ મને જણાવ્યુ કે મારું નામ રામપાલ સિંહ છે. પછી મેં પૂછ્યું કે, સાહેબનું નામ શું છે તો તેમણે કહ્યું કે, સંતોષ સોની મારા સાહેબ છે અને હું મુંબઇ સેન્ટ્રલમાં ફરજ બજાવું છું. મેં તેમને સમજાવ્યું કે હું ઘણા વર્ષોથી આ કામ કરું છું તમે ખોટી રીતે મારી પાસેથી પૈસા ન માંગો.
સુસાઈડ કરવાનું વિચારું છું
આરપીએફ જવાનોની આ દાદાગીરને કારણે હું કંટાળી ગયો છું. હું કમાઉ છું. ત્યારે મારું આખું પરિવાર દસ લોકોનું જે છે તેનું ભરણપોષણ થયા છે. મારા જેવા અનેક લોકો આ પ્રકારે ટ્રેનમાં વેચાણ કરતા હોય છે. પરંતુ જે લોકો તેને રૂપિયા ન આપે તેની સામે કેસ દાખલ કરી દે છે. આના કારણે હવે જીવવું ખુબ જ કપરું બની રહ્યું છે માટે હું કંટાળીને આરપીએફ જવાનોની દાદાગીરીને કારણે સુસાઈડ કરવાનું વિચારું છું.
ADVERTISEMENT