કામિની આચાર્ય/મહેસાણા: વાલમ ગામની યુવતીના બહુચર્ચિત હત્યા કેસમાં યુવતીને રાત્રે મહેસાણાથી વિસનગર તરફ મૂકવા જઈ રહેલા રીક્ષા ચાલકે જ બળાત્કાર ગુજારી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલતા ચકચાર મચી જવા પામી છે. વિસનગરના બાસના મર્ચન્ટ કોલેજ પાસે એરંડાના ખેતરમાંથી દલિત યુવતીની લાશ મળી આવવાના કેસમાં મહેસાણા પોલીસને સફળતા મળી છે. દરમિયાન કરેલી તપાસમાં પહેલાથી જ શંકાના દાયરામાં રહેલો રીક્ષા ચાલક આરોપી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. તપાસની શરૂઆતથી જ રીક્ષા ચાલકની અટકાયત કરીને તેની દિશામાં તપાસનો લંબાવ્યો હતો અને પરિણામ પણ મળી આવ્યું છે.
ADVERTISEMENT
યુવતીનો મોબાઇલ મળી આવ્યો
હત્યાનો ભોગ બનેલી યુવતીના મોબાઈલના આધારે પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન રીક્ષા ચાલકે કબુલાત કરી હતી. જેમા યુવતી ઉપર રેપ કરીને હત્યા બાદ તેનો મોબાઇલ લઈને નીકળ્યો હતો અને આ મોબાઈલ તેને તાવડીયા બ્રિજથી કેટલેક દૂર ફેંકી દીધો હોવાની કબુલાત કરતા પોલીસે તેને સાથે રાખીને મોબાઈલ કબજે કર્યો હતો.
યુવતી ઉપર બળાત્કાર ગુજારી કરી હત્યા
હત્યારા રીક્ષા ચાલકે પોલીસ સમક્ષ કરેલી કબુલાત મુજબ, રિક્ષામાં બેઠેલી યુવતીને તે પોતાની સાથે એરંડાના ખેતરમાં લઈ ગયો હતો અને અહીં તેના ઉપર રેપ કર્યા બાદ ગળું દબાવીને હત્યા કરી નાસી ગયો હતો. હાલના તબક્કે પોલીસે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
અત્યાર તો રીક્ષા ચાલક શરૂઆતથી શંકાના દાયરામાં હતો
વાલમની યુવતીના રેપ તેમજ હત્યા કેસમાં પોલીસ તપાસમાં એકઠા કરેલા સીસીટીવી ફૂટેજમાં રીક્ષા ચાલકને અહીંથી પસાર થતો જોતા જ તેને પકડી લીધો હતો અને પૂછપરછ કરી હતી. જોકે આરોપી પોલીસને ગુમરાહ કરવા માટે એક યુવાન સાથે બાસના મર્ચન્ટ કોલેજ નજીક રિક્ષામાંથી યુવતીને ઉતારી હોવાનું રટણ કરતો હતો. રીક્ષા ચાલકની બે દિવસની પોલીસ પૂછપરછમાં આખરે તે ભાગી પડ્યો હતો અને તેણે જ યુવતીની હત્યા તેમજ બળાત્કારનો ગુનો કબુલતા જ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવતીના મોબાઇલે સમગ્ર ભેદ ઉકેલ્યો
પોલીસ જ્યારે તપાસ કરી રહી હતી ત્યારે યુવતીનો મોબાઇલ આ જ રોડ ઉપર આવેલ એન્જિસ સ્કૂલ પાસે બંધ થયો હતો. તેને આધારે પોલીસે સીડીઆર કઢાવ્યા હતા તેમજ સીસીટીવી ફૂટેજમાં રાત્રિના સમયે વિસનગરથી મહેસાણા તરફ જતા વ્યક્તિઓની શંકાના આધારે પૂછપરછ કરી હતી. જોકે રિક્ષા ચાલક સિવાય તે સમયે અહીંથી કોઈ પસાર થયું ન હોવાથી પોલીસની શંકા મજબૂત બની હતી. યુવતીની ઉપર રેપ અને હત્યા કર્યા બાદ રીક્ષા ચાલકે તેનો મોબાઈલ એન્જિન સ્કૂલ પાસે સ્વીચ ઓફ કરીને મહેસાણા તરફ નીકળી ગયો હોવાનું હાલના તબક્કે પોલીસ તપાસમાં ખુલ્યું છે
ADVERTISEMENT