અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજેથી ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ શરૂ થઈ છે. આ સાથે જ ભારત અને ઓસ્ટ્રેલિયાની મિત્રતાના 75 વર્ષની પણ ઉજવણી થઈ રહી છે. જેના ભાગ રૂપે બંને દેશના PMએ સ્ટેડિયમમાં સાથે બેસીને મેચ નીહાળી હતી. દરમિયાન ઓસ્ટ્રેલિયન PM એન્થની અલ્બનીઝએ તેમના ફોનમાં સેલ્ફી ક્લિક કરી હતી.
ADVERTISEMENT
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ દરમિયાન PM મોદી અને ઓસ્ટ્રેલિયન PMએ સ્ટેડિયમમાં બેસીને તેનો લહાવો માણ્યો હતો. દરમિયાન તેમણે ચાની ચુસ્કી માણી હતી અને સાથે સેલ્ફી પણ ક્લિક કરી હતી. ઓસ્ટ્રેલિયન PMએ તેમના ટ્વીટરમાં આ સેલ્ફી પોસ્ટ કરી છે અને કેપ્શન આપ્યું છે કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ક્રિકેટ દ્વારા મિત્રતાના 75 વર્ષની ઉજવણી.
નોંધનીય છે કે, ટેસ્ટ મેચ શરૂ થતા પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં મેદાન પર ગરબા કરતા કલાકારો જોવા મળ્યા હતા. બાદમાં બંને દેશના PMએ ગોલ્ફ કાર્ટમાં બેસીને આખા મેદાનમાં ફર્યા હતા અને દર્શકોનું અભિવાદન કર્યું હતું.
ADVERTISEMENT