અમદાવાદ: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનીઝ આજથી ચાર દિવસીય ભારતના પ્રવાસે આવી ગયા છે. ત્યારે આજે તે અમદાવાદમાં પહોંચ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનીઝનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એરપોર્ટ ખાતે સ્વાગત કર્યું હતું. આ સાથે તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આશ્રમની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે વિઝિટર બુકમાં સંદેશ પણ લખ્યો હતો. વિઝિટર બૂકમાં લખ્યું કે, તેમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે.
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયાના પીએમ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ગાંધી આશ્રમમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ગાંધી આશ્રમ ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઓસ્ટ્રેલિયાના પીએમને 1982માં ઓસ્ટ્રેલિયાના થોમસ વેબર, રિસર્ચર દ્વારા લખાયેલા સોલ્ટ માર્ચ પુસ્તકની ભેટ આપવામાં આવી હતી. આ સાથે ગાંધીજી ઇન અમદાવાદ પુસ્તક પણ ભેટ રૂપે આપવામાં આવ્યું છે. આ સાથે જ ચરખાનું મોડલ પણ ભેટમાં આપવામાં આવ્યું છે.
ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં શું લખ્યું
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ગાંધી આશ્રમમાં વિઝિટર બુકમાં સંદેશ લખ્યો. તેમણે લખ્યું, ગાંધી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવી લેવી એ મારા માટે ગર્વની વાત છે. આજે પણ એમનું જીવન દર્શન અને જીવનના મૂલ્યો વિશ્વને પ્રેરણા આપે છે. તેમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે.
આ પણ વાંચો: માર્ચનું માવઠું ખેડૂતોની આંખમાંથી વહેશે, આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી
આવતી કાલે મેચ નિહાળશે
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનીઝ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ભારતની મેચ જોવાના છે. ત્યારબાદ તેઓ મુંબઈ અને દિલ્હી જવા રવાના થશે. વર્ષ 2017 બાદ કોઈ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનનો આ પ્રથમ પ્રવાસ છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT