અમદાવાદ: આ વર્ષે ગણેશ ચર્તુર્થીનો પર્વ ખુબ જ ખાસ રહેવાનો છે. ગણેશ ચતુર્થી પર લગભગ 10 વર્ષ બાદ એક વિશેષ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ સંયોગમાં જે લોકો ભગવાન ગણેશની વિધિવત પૂજા-અર્ચના કરશે, તેમની તમામ મનોકામનાઓ જલ્દી જ પૂર્ણ થશે. સાથે જ ભગવાન ગણેશની વિશેષ કૃપા પણ તેમના પર રહેશે.
ADVERTISEMENT
ગણપતિના જન્મ સમયે બનેલો સંયોગ ગણેશ ચતુર્થીએ
ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથીએ ઉજવાય છે. તેને વિનાયક ચતુર્થીના નામથી પણ ઓળખાય છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટે આવી રહી છે. આ દિવસે ભાગવાન ગણેશના ભક્ત તેમની પ્રતિમા ઘરે લાવીને તેમની સ્થાપના કરે છે. જ્યોતિષવદ શ્રીપતિ ત્રિપાઠીનું કહેવું છે કે, આ વર્ષે ગણેશ ચતુર્થી પર એક એવો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે, જેવો ભગવાન ગણેશના જન્મ સમયે બન્યો હતો.
10 વર્ષ પહેલા બન્યો હતો આવો સંયોગ
જ્યોતિષવિદે જણાવ્યું કે, ગ્રહોનો આવો અદભૂત સંયોગ આજથી 10 વર્ષ પહેલા 2012માં બન્યો હતો. ગણેશ પુરાણમાં કહેવાયું છે કે, ગણેશજીનો જન્મ ભાદરવાની શુક્લ પક્ષ ચતુર્થીના દિવસે થયો હતો. તે દિવસે પણ શુભ દિવસ બુધવાર હતો. આ વર્ષે પણ કંઈક આવો જ સંયોગ બની રહ્યો છે. આ વર્ષે ભાદરવાની શુક્લ ચતુર્થ તિથિ બુધવારના દિવસે રહેશે.
ગણપતિની પૂજા દૂર કરશે વિધ્ન-મુશ્કેલીઓ
31 ઓગસ્ટે ઉદિયા કાલિન ચતુર્થી તિથિ અને મધ્યાહ્ન વ્યાપિની ચતુર્થી હોવાથી આ દિવસે વિનાયક ચતુર્થીના વ્રત-પૂજન સર્વમાન્ય હશે. આ શુભ સંયોગમાં ગણપતિ પૂજા કરવાથી ભક્તો માટે ખૂબ જ કલ્યાણકારી હશે. ગણેશજીની પૂજા-પાઠ કરવાથી જે પણ વિધ્ન-મુશ્કેલીઓ આવી રહી છે, તે દૂર થશે અને નિશ્ચિત રૂપથી લાભ થશે. ગણેશ ચતુર્થી પર રવિ યોગ પણ રહેશે. જે 10 વર્ષ પહેલા હતો.
ગણેશ પૂજાનું શુભ મુહૂર્ત
- અમૃત યોગ: સવારે 7 વાગીને 5 મિનિટથી 8 વાગીને 40 મિનિટ સુધી
- શુભ યોગ: સવારે 10 વાગીને 15 મિનિટથી લઈને 11 વાગીને 50 મિનિટ સુધી
પૂજામાં આ વસ્તુઓ સામેલ કરો
ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને કેટલીક ખાસ વસ્તુઓ અર્પણ કરવાથી વિશેષ લાભ મળે છે. એવું કહેવાય છે કે, આ દિવસે હળદર, નારિયેળ, મોદક, સોપારી, ગલગોટાનું ફૂલ, કેળા વગેરે ચઢાવવાથી ગણપતિ પ્રસન્ન થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ ખતમ થાય છે.
ADVERTISEMENT