ભાવનગર: રાજ્યમાં એક તરફ હજુ ડમી કાંડ શાંત નથી થયું ત્યાં બીજી તરફ GISFS કાંડ સામે આવ્યું છે. જેમાં પૈસા લઈ ભરતી કરવામાં આવતી હોવાનો આજે ઓડિઓ સામે આવ્યો છે. આ ઓડીયો માં પૈસા લઈ ભરતી કરવામાં આવતી હોવાનું કહેવામાં આવ્યું છે. ગાંધીનગર ના એક ગાર્ડ દ્વારા GISFS ના પ્રવક્તા માવજીભાઇ સરવૈયા સાથે વાતચીતનો ઓડીઓ વાયરલ થયો છે.
ADVERTISEMENT
રાજ્યમાં વધુ એક ભરતી કૌભાંડ સામે આવ્યું છે. ડમીકાંડ જેવા જ આ કૌભાંડમાં વર્ષ 2011થી ભરતીમાં કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ કરાયો છે. GISFS (ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સોસાયટી)માં કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ સાથે ગુજરાત ઔદ્યોગિત સુરક્ષાદળના કર્મચારી એસોશિએશનના પ્રવક્તા માવજીભાઈ સરવૈયાએ ગૃહમંત્રી, રેન્જ્ર આઈજી અને ભાવનગર એસ.પીને અરજી મોકલાવી હતી.
જાણો શું છે ઓડિઓમાં
1 – આપડે ફેબ્રુઆરીમાં ઓર્ડર મળેલ છે. હાલ કમ્પ્લીટ GISFS ની નોકરી કરે છે.
2 – નામ અને ઓર્ડરની કોપી મોકલી આપો
1-ર:ઓર્ડરની કોપી નથી, નામ જોઇ તો આખું આપું
2- નામ અને ક્યાં નોકરી કરે છે એ
1-નોકરી તો બદલી કરાઇ નાખી છે.
2- હાતો કઈ વાંધો નહીં નામ મોકલો મને. પહેલા ક્યાં ઓર્ડર હતો અને અત્યારે ક્યાં બદલી થઈ
1-એની આજુ બાજુમાં બધાનો કોન્ટેક થઈ ગયો છે મારા જોડે . અને લીધા કેટલા ખબર.. 1,80 – 1,80 અને કહ્યું કે એક લાખ એસી હજાર હોય તો અમે કરાવી દઈએ
2-કોણે લીધા છે એ ?
1-:એ તો બધા એમ જ કહે છે કે અંદર સુથાર સાહેબનો કોન્ટેક છે અમારે.. રેકોર્ડીંગ તો નથી થતું ને હું તો તમારો જૂનો ભાઈ છું… ભાવનગરનો.
2-મને નામ મોકલો કઇ નહીં થાય, વોટ્સએપ માં મોકલો
1-નામ હું તમને મોકલું છું
આ ઓડિયોની ગુજરાત તક નથી કરતું
અરજીમાં લગાવ્યા ગંભીર આરોપ
આ અરજીમાં કહેવાયું છે કે, કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હરપાલસિંહ ગોહિલે ખરકડી ગામના એક જ પરિવારના 10થી વધુ લોકોને બોગસ પ્રમાણપત્રોના આધારે નોકરીએ લગાવ્યા છે. સાથે તેણે પોતાના બે સગા ભાઈ, કાકા-દાદાના કુલ 8 ભાઈને નોકરીએ લાગી ગયા. ખાસ વાત એ છે કે હરપાલસિંહ ગોહિલ 2011માં પોલીસ વેઈટિંગના નામે GISFSમાં ભરતી થયા છે, પરંતુ તેમણે ક્યારેય પોલીસની પરીક્ષા પાસ કરી જ નથી. તેમના કુટુંબના કુલદીપસિંહ ગોહિલે પરીક્ષા પાસ કરી હતી અને તેના વેઈટિંગ નામ પર સુધારો કરીને ગેરકાયદેસર રીતે નોકરીએ લાગ્યા છે.
850થી વધુ લોકોને મળી ગઈ નોકરી
આ બાદ 2018માં હરપાલસિંહે જાહેરાત વગર જ એક જ્ઞાતિના 20 લોકોને ગેરકાયદેસર નોકરી અપાવી. હરપાલસિંહ ઉપરાંત અન્ય ત્રણ શખ્સોની પણ આમા સંડોવણી હોવાનો આક્ષેપ છે, જેઓ ગ્રાહક શોધીને લાવતા. આરોપીઓએ નડીયાદ, આણંદ અને વડોદરામાંથી પણ એક જ જ્ઞાતિના 15 લોકોને ગેરકાયદેસર ભરતી કરાવ્યા છે. આ બધા પાસેથી વ્યક્તિ દીઠ રૂ.બેથી અઢી લાખ વસૂલાયા હોવાનું કહેવાયું છે અને 2011થી અત્યાર સુધીમાં સમગ્ર કૌભાંડમાં 850 જેટલા લોકોએ ગેરકાયદેસર નોકરી મેળવી લીધી હોવાનો આક્ષેપ મૂકાયો છે.
(વિથ ઈનપુટ: નીતિન ગોહિલ, ભાવનગર )
ADVERTISEMENT