દલિતો પર દમન: વરઘોડો કાઢતા પથ્થરમારો, ક્રિકેટ બોલને અડતા અંગુઠો કાપ્યો... ઉ.ગુજરાતની આ 5 ઘટનાઓએ લોકોને હચમચાવ્યા

Attack on Dalits: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં દલિત યુવક ઘોડે ચડતા ગામના કેટલાક યુવકોએ હુમલો કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી. એકબાજુ આ ઘટનાથી દલિત સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો 21મી સદીમાં પાટનગરમાં જ આ પ્રકારની ઘટનાઓ અનેક સવાલ ઉઠાવી રહી છે. ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં દલિતો પર હુમલાની અગાઉ પણ ઘટનાઓ સામે આવી છે, જેણે લોકોને હચમચાવી નાખ્યા હતા.

ફાઈલ તસવીર

Dalit Attack

follow google news

Attack on Dalits: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં દલિત યુવક ઘોડે ચડતા ગામના કેટલાક યુવકોએ હુમલો કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી. એકબાજુ આ ઘટનાથી દલિત સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો 21મી સદીમાં પાટનગરમાં જ આ પ્રકારની ઘટનાઓ અનેક સવાલ ઉઠાવી રહી છે. ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં દલિતો પર હુમલાની અગાઉ પણ ઘટનાઓ સામે આવી છે, જેણે લોકોને હચમચાવી નાખ્યા હતા.

મહેસાણામાં જાનૈયા પર હુમલો

મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ધનપુરા ગામે દલિત યુવાનને ઘોડે ચડીને ગામમાં વરઘોડો કાઢવાને મુદ્દે વિવાદ ઉઠ્યો હતો. જેમાં ગામના એક ચોક્કસ સમાજે વરઘોડો કાઢવા બાબતે બોલાચાલી બાદ હુમલો કર્યો હતો. આ મામલે પાંચ મહિલા સહિત 10 વ્યક્તિઓ સામે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યારે બીજી બાજુ પોલીસ બંદોબસ્ત વચ્ચે ગામમાં યુવકનો વરઘોડો નીકળ્યો હતો.

ધનપુરા ગામના મનુભાઈ બળદેવભાઈ સોલંકીના ભાઈના લગ્ન હોવાથી 28 જાન્યુઆરીના રોજ સવારના આશરે 9:30 વાગ્યાના અરસામાં પરિવારજનો સમાજના લોકો સાથે ભેગા થઈને વરઘોડો કાઢવાની તૈયારી કરી હતી. યુવક સાફો પહેરીને ઘોડા ઉપર બેસતાની સાથે જ અહીં આવેલા કેટલાક વ્યક્તિઓએ ગામમાં ઘોડા ઉપર ચડીને વરઘોડો કાઢવા બાબતે તેની સાથે બોલાચાલી કરી હતી. જેમાં મામલો ઉગ્ર બની ગયો હતો.

પોલીસના બંદોબસ્તમાં જાન કાઢવી પડી

અમદાવાદ જિલ્લાના દેત્રોજમાં આવેલા ડાંગરવા-ચુંવાળ ગામમાં બે વર્ષ અગાઉ દલિત યુવકના લગ્નમાં DJ વગાડવામાં આવતા દલિત સમાજ લગ્નમાં ડી.જે ન વગાડી શકાય તેમ કહીને વરઘોડો અટકાવ્યો હતો અને સામુહિક હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ 11 ફેબ્રુઆરીના રોજ ગામમાં લગ્ન માટે અગાઉથી પોલીસ અને મામલતદારને અરજી કરીને રક્ષણ માગવું પડ્યું હતું. આ બાદ અમદાવાદથી જાન લઈને પોલીસ બંદોબસ્ત સાથે ગામના ચોકમાં ડી.જે સાથે વરઘોડો કાઢ્યો હતો. 

લગ્નમાં વરઘોડો કાઢવા મામલે પથ્થરમારો

બનાસકાંઠા જિલ્લાના ડીસાના કૂંપટ ગામે ઠાકોર સમાજના યુવક વિષ્ણુજી પોપટજી ઠાકોરના મે 2022માં લગ્ન હતા. લગ્નમાં એક ચોક્કસ સમાજના લોકોએ વરઘોડો કાઢવાની ના પાડી હતી. તેમ છતાં યુવકે વરઘોડો કરતા બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જોતજોતામાં પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ મામલો ઉગ્ર બન્યો હતો. ઘોડા પર સવાર વરરાજા પર સૌપ્રથમ એક ચોક્કસ સમાજના લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને જૂથને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે તે સમયે એક ચોક્કસ સમાજ ના ટોળાએ અચાનક પથ્થરમારો કરી હુમલો કર્યો હતો.

વરઘોડા મામલે બબાલ થતા દલિતોનો બહિષ્કાર

સાબરકાંઠા જિલ્લાના રવોલ ગામમાં વરઘોડા મામલે દલિતો અને સવર્ણો વચ્ચે વિખવાદ થયો હતો. રવોલ ગામમાં 19 મે 2022ના રોજ એક દલિત પરિવારનો વરઘોડો નીકળ્યો હતો અને તેના પર પથ્થરમારો થયો હતો. પથ્થરમારામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. એ બાદ દલિતોની પોલીસ ફરિયાદને પગલે ગામના સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ બાદ સવર્ણોએ ગામના દલિતોનો બહિષ્કાર કરી દીધો. હવે દલિતોને દૂકાનમાંથી અનાજ-કરિયાણું પણ મળતું નથી અને બહારગામ મજૂરીએ જવા માટે વાહન પણ મળતું નથી.

ક્રિકેટ બોલને અડ્યા તો અંગૂઠો કાપી નાખ્યો

સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં રહેતા ધીરજ વણકર જૂન 2023માં પોતાના ભત્રીજાનો જન્મદિવસ હોવાથી ગામની સ્કૂલના મેદાનમાં રમાતી ક્રિકેટ ટૂર્નામેન્ટ જોવા ગયા હતા. દરમિયાન ભત્રીજાએ જમીન પર પડેલો ટેનિસનો બોલ આપતા ગામના કુલદીપસિંહ રાજપૂતે ગુસ્સે થઈને તેને ધમકાવ્યો હતો. આથી ધીરજભાઈએ તેને ઠપકો આપ્યો હતો કે, છોકરાને શા કામ જેમ તેમ બોલો છો? આ પછી મેચ પુરી થતા તેમને એક વ્યક્તિનો ફોન આવ્યો અને કહ્યું કે, તુ બહુ ગરમી કરે છે, તને મારવા મેદાનમાં આવીએ છીએ. તું ત્યાં જ હાજર રહેજે.

આ બાદ ધીરજ સ્કૂની બહાર નજીકમાં પાણીના ટાંકા પાસે બેઠેલો હતો. આ વખતે આજુ-બાજુના ગામમાંથી રાજપૂત છોકરાઓ ગાડીઓ લઈને આવ્યા હતા. આ વખતે એકબીજા સાથે સમાધાન કર્યું હતું. જોકે બાદમાં ધીરજભાઈ તેમના મિત્ર સાથે મંદિરે જવા નીકળ્યા. ત્યારે સાંજે તેમના ભાઈ કીર્તિભાઈ સ્કૂલ પાસે ચાની લારીએ બેઠા હતા. આ વખતે સિદ્ધરાજ મામવાડા ઉર્ફે રાજદીપ દરબાર, જશવંતસિંહ રાજપૂત, ચકુભા લખમણજી, મહેન્દ્રસિંહ અને કુલદિપસિંહ રાજપૂત કારમાં આવ્યા અને ‘બહુ ગરમી કરે છે’ તેમ કહીને જાતિ વિષયક શબ્દો બોલી કીર્તિભાઈને હાથમાં તલમાર મારી હતી. જેમાં ડાબા હાથનો અંગૂઠો કપાઈ ગયો હતો. આ બાદ અન્ય લોકોએ ધોકા તથા ગડદા પાટુનો માર માર્યો અને ફરાર થઈ ગયા હતા.

જીગ્નેશ મેવાણીએ પણ રોષ વ્યક્ત કર્યો

ગાંધીનગરમાં દલિત યુવક પર હુમલાની ઘટના બાદ દલિત નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, અનુસૂચિત જાતિના લોકો ઘોડા પર વરઘોડો કાઢે કે પછી મૂછ લાંબી રાખે એમાં બીજા સમાજના લોકોને શા માટે પેટમાં દુખે છે એ મને સમજાતું નથી? ૨૧મી સદીના ભારતમાં જો પોલીસ પ્રોટેક્શન લઈ અનુસૂચિત જાતિના લોકોએ લગ્નના કરવા પડે તો આપણા સૌ માટે આ શરમની વાત છે. 

ભારતનો વિકાસ માત્ર દેશની ઇકોનોમી કેટલા ટ્રિલિયનથી વધી કે પછી વાર્ષીક GDP કેટલું વધ્યું એનાથી ના થઈ શકે. જ્યાં સુધી સામાજિક વિકાસ ના થાય અને જ્યાં સુધી આ ઉચ નીચની માનસિકતા નહિ બદલાય ત્યાં સુધી આ આંકડાઓમાં થતાં વિકાસનો કોઈ ખાસ અર્થ નથી. જે સમાજમાં રહીએ એ સમાજમાં સુધાર લાવવું એ સરકારની જવાબદારી છે. શું ભારત કે ગુજરાત સરકારે અસ્પૃશ્યતા નાબૂદી માટે કોઈ ઝુંબેશ હાથ ધરી છે? 

મારા અનુભવ મુજબ ગુજરાતના લગભગ દરેક ગામમાં કોઈને કોઈ પ્રકારની અસ્પૃશ્યતા આજે પણ જીવે છે. આ રોગને આપણે દૂર કરવો પડશે બાકી તો અનુસૂચિત જાતિને વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, એમના મહોલ્લામાં પેવર બ્લોક અને બાકડા આપી ક્યાં સુધી જવાબદારીથી ભાગતા રહીશું?

    follow whatsapp