સુરેન્દ્રનગરની ટી.બી.હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ડોક્ટર પર હુમલો, સમગ્ર ઘટના CCTV માં કેદ

સુરેન્દ્રનગર: રાજ્યમાં ડોક્ટરો ઉપર હુમલાના બનાવવા સતત વધતા જઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્ર નગરમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે.સુરેન્દ્રનગરમાં મેડિકલ કોલેજમાં ડોક્ટર ઉપર…

gujarattak
follow google news

સુરેન્દ્રનગર: રાજ્યમાં ડોક્ટરો ઉપર હુમલાના બનાવવા સતત વધતા જઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્ર નગરમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે.સુરેન્દ્રનગરમાં મેડિકલ કોલેજમાં ડોક્ટર ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે ડોક્ટરે આ મમલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં ઇમર્જન્સી વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર શિવરાજ સિંહ ઉપર હુમની ઘટના સામે આવી છે. રાત્રિ દરમિયાન ડોક્ટર ફરજ ઉપર હતા ઈમરજન્સી વિભાગમાં હતા તે દરમિયાન પગ ભાંગેલી હાલતમાં એક દર્દીને સારવાર માટે લાવવામાં આવેલો હતો. તે દરમિયાન ડોક્ટરને આવેલા લોકોએ તુકારો આપતા ડોક્ટરે વ્યવસ્થિત વાત કરવા જણાવ્યું હતું. તે દરમિયાન અચાનક મામલો બીચકાયો હતો અને ડોક્ટર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

નોંધાઈ ફરિયાદ
બોલાચાલી બાદ ડોક્ટરના ટેબલ ઉપર પડેલા ડીપી માપવાના મશીન અને દર્દીના ચેકઅપ માટે રાખવામાં આવેલા ટુલ્સ વડે પણ હુમલો કરવામાં આવ્યા હોવાના સીસીટીવી સામે આવ્યા છે આ મુદ્દે સુરેન્દ્રનગર સીટી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડોક્ટર ઉપર હુમલાના બનાવને લઈને મેડિકલ કોલેજના ડોક્ટરો એકત્રિત થઈ ગયા છે જો કે આમ અમને સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનમાં નામ જોગ ચાર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પ્રકારની ઘટનાને લઇ અને સમગ્ર ડોક્ટરી એસોસિયેશનમાં રોશ ફેલાયો છે.

(વિથ ઈનપુટ: સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર)

    follow whatsapp