અબડાસાઃ જખૌના દરિયામાંથી ATSની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરીને 350 કરોડ રૂપિયાનું 50 કિલો જેટલુ ડ્રગ્સ જપ્ત કરી લીધું હતું. ઉલ્લેખનીય છે કે આની હેરાફેરી તથા અન્ય સ્થળોએ મોકલવાના પ્લાનિંગમાં કોણ સામેલ છે એની તપાસ હજુ ચાલી રહી છે. તેવામાં અહેવાલો પ્રમાણે ડ્રગ્સ કાર્ટલમાં સંડોવાયેલા લોકોની માહિતી મેળવવાની સાથે મુખ્ય ખેપિયાઓને 15 લાખ રૂપિયા, તથા અન્યને 1-1 લાખ અપાયા હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
બાતમીના આધારે ATSએ સક્રિય પગલા ભર્યા
રિપોર્ટ્સ પ્રમાણે એટીએસની ટીમે બાતમીના આધારે 8 ઓક્ટોબરના રોજ કોસ્ટગાર્ડની ઈન્ટરસેપ્ટર બોટમાં વોચ ગોઠવીને હેરોઈનનો ભરપૂર જથ્થો કબજે કરી લીધો હતો. આ દરમિયાન આરોપીને ઝડપી પડ્યા પછી તેણે કહ્યું કે સમગ્ર હેરાફેરીમાં પાકિસ્તાનની સંડોવણી છે. પાક.નો ડ્રગ માફિયા મોહંમદ કાદરે દ્વારા આ ડ્રગ્સ મોકલવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ડ્રગ્સને ગુજરાત ઉતારીને પંજાબ તથા ઉત્તર ભારત મોકલવાનું હતું.
હવાલાથી ડ્રગ્સના નાણ ચૂકવાતા હોવાની ચર્ચા
કરોડો રૂપિયાના ડ્રગ્સના સપ્લાય તથા ડિમાન્ડનું કૌભાંડ છતું થઈ ગયું છે. આમા વધુ તપાસ કરતા જોવા મળ્યું કે એટીએસ દ્વારા આ ચેઈનનો પર્દાફાશ કરાયો છે. બંને દેશોમાંથી હવાલા દ્વારા એક બીજાને રૂપિયા મોકલવામાં આવતા હતા.
ADVERTISEMENT