RAJKOT માં ATS ના દરોડા, 200 કરોડની કિંમતનું 31 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું

રાજકોટ : ગુજરાત ATS ને વધારે એક મહત્વપુર્ણ સફળતા મળી છે. રાજ્યમાં સતત વધી રહેલા ડ્રગ્સના વ્યાપને નાથા માટે પોલીસ તંત્ર કથિત રીતે કામકરી રહ્યું…

Gujarat ATS seized Drug

Gujarat ATS seized Drug

follow google news

રાજકોટ : ગુજરાત ATS ને વધારે એક મહત્વપુર્ણ સફળતા મળી છે. રાજ્યમાં સતત વધી રહેલા ડ્રગ્સના વ્યાપને નાથા માટે પોલીસ તંત્ર કથિત રીતે કામકરી રહ્યું છે. જેના અંતર્ગત સમયાંતરે પોલીસ દ્વારા કેટલોક માલ પકડી પણ લેવામાં આવતો હોય છે. રાજકોટમાં એટીએસ દ્વારા દરોડા પાડીને 31 કિલો ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. રાજકોટમાંથી 31 કિલો ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ થઇ છે. આ ડ્રગ્સની બજાર કિંમત આશરે 200 કરોડ રૂપિયા હોવાનો અંદાજ પોલીસ લગાવી રહી છે.

હાલ તો રાજકોટ પોલીસ માટે આ શરમજનક સ્થિતિ છે. કારણ કે જ્યારે કોઇ એજન્સી દ્વારા દરોડા પાડીને જુગાર, દારૂ કે ડ્રગ્સ પકડવામાં આવે ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા આ સૌથી મોટી નુકસાનકારક સાબિત થઇ શકે છે. કારણ કે આવી સ્થિતિમાં સ્થાનિક પોલીસની નિષ્ફળતા તરીકે જુએ છે. આવા કિસ્સાઓમાં સ્થાનિક પોલીસ ઇન્સપેક્ટર કે સબ ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે છે. તેવામાં આને કારણે સ્થાનિક પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ડ્રગ્સ હવે દારૂની જેમ પકડાઇ રહ્યું છે. અમદાવાદમાં 18 ફેબ્રુઆરીના દિવસે જ 17 ગ્રામ એમડી પકડાયું હતું. આ ઉપરાંત 6 માર્ચ 2023 ના દિવસે 61 કિલો ડ્રગ્સ 425 કરોડ રૂપિયાની કિંમતનું જડપાયું હતું. આ ઉપરાંત 3 એપ્રીલ 2023 ના દિવસે 50 લાખ રૂપિયાની કિંમતનું 500 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું. અમદાવાદના ખાનપુરમાંથી 2.96 લાખ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ 25 નવેમ્બર 2023 ના રોજ ઝડપાયું હતું. 24 ડિસેમ્બર, 2022 ના દિવસે જુહાપુરામાંથી પણ લાખોનું ડ્રગ્સ ઝડપાયું હતું. 26 જાન્યુઆરી 2023 ના દિવસે અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી એમડી ડ્રગ્સ ઝડપાયું હતું.

    follow whatsapp