અમદાવાદ: રાજ્યમાંમાં હથિયારો સાથે ગુનેગારો પોલીસના હાથે પકડાઈ રહ્યાં છે. બેખૌફ પણે હથિયારોની હેરાફેરી ચાલી રહી છે. ત્યારે ગુજરાત ATS એ ગેરકાયદેસર હથિયાર સાથે બે યુવકોને ઝડપ્યા હતા. આ દરમિયાન વધુ 4 નામ ખૂલતાં 15 પિસ્તોલ અને 5 તમંચા સાથે 6 લોકોની ધરપકડ કરી આર્મ્સ એટક મુજબ ગુનો નોંધ્યો છે.
ADVERTISEMENT
ગુજરાત ATSને પિસ્તોલ અને તમંચા લઈ જઈ રહેલ વ્યક્તિઓ અંગે પાકી બાતમી હતી હતી. જેને લઈ ટીમે બાતમીના આધારે ગીતા મંદિર બસ સ્ટેશન પાસેથી અનિલ જાંબુકીયા અને અનિરુદ્ધ ખાચરને 2 પિસ્તોલ અને 2 કારતુસ સાથે ધડપી લીધા હતા. આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એકટનો ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન અન્ય 4 લોકોના નામ ખુલ્યા હતા. જે ગેરકાયદેસર હથિયાર રાખે છે જેથી ATS એ વધુ 4 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ મધ્યપ્રદેશમાંથી ગેરકાયદે પિસ્તોલ અને દેશી તમંચા લઈ આવતા હોવાનું ખૂલ્યું છે.
આ પણ વાંચો: ગોવામાં જુગાર રમતાં યુવક હાર્યો 10 લાખ રૂપિયા, પઠાણી ઉઘરાણીથી કંટાળી કર્યો આપઘાત
અનેક ગુનામાં સંડોવાયેલા છે આરોપીઓ
ઝડપાયેલ અન્ય ચાર આરોપી ભાવેશ મકવાણા,કૌશલ દશાડિયા, ભાવેશ ધોળકિયા અને ઘનશ્યામ મેરની ATS એ ધરપકડ કરી છે. પકડાયેલ તમામ આરોપી રાજકોટ અને સુરેન્દ્રના વતની છે. આરોપીઓ વિરુદ્ધમાં હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી,આર્મ્સ એક્ટ,લૂંટ,પ્રોહીબિશન સહિતના ગુનાઓ અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ચુક્યા છે. ત્યારે પોલીસે ગુનો નોદનધિ તપાસ હાથ ધરી છે. હથિયાર શા માટે લાવ્યા હતા? તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે તથા હથિયારના સપ્લાયમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT