અમદાવાદ : ભગા બારડે જેવી શક્યતા હતી તે અનુસાર આજે ફરી એકવાર રાજીનામું ધરી દીધું હતું. ગુજરાતમાં આજે સતત બીજા દિવસે કોંગ્રેસમાં એક રાજીનામું પડ્યું હતું. ધારાસભ્યએ ભાજપમાં જોઇન કર્યું હતું. ભગા બારડ ગીર સોમનાથમાં દિગ્ગજ કોંગ્રેસી નેતા ગણવામાં આવે છે. તેઓ જસા બારડના ભાઇ છે. ભગા બારડ ગિર સોમનાથ જિલ્લાની તલાલા વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના ધારાસભ્ય પરથી ધારાસભ્ય હતા. આજે તેઓએ પોતાનું રાજીનામું ધર્યું હતું.
ADVERTISEMENT
કોંગ્રેસનાં બટકબોલા નેતા ગણાતા ભગા બારડ પત્રકાર પરિષદમાં મૌન
જો કે કોંગ્રેસમાં બટકબોલા ગણાતા નેતા ભાજપમાં જઇને સંપુર્ણ ચુપ થઇ ગયા હતા. પત્રકાર પરિષદમાં તેઓએ કંઇ પણ બોલવાનું ટાળ્યું હતું અથવા તો તેમને બોલવા દેવાયા નહોતા. ભાજપ કાર્યાલય પર થયેલીપત્રકાર પરિષદમાં ઔપચારિક હાજરી આપવા આવ્યા હોય તે પ્રકારે તેમને ખેસ પહેરાવવામાં આવ્યો હતો. ટોપી પહેરાવવામાં આવી હતી અને તેઓ ચુપચાપ બેઠા રહ્યા હતા. તેઓ સમગ્ર પત્રકાર પરિષદ દરમિયાન એક પણ શબ્દ બોલ્યા નહોતા.
પ્રદીપવાઘેલાએ સ્પષ્ટતાથી પત્રકાર પરિષદમાં સન્નાટો
પત્રકાર પરિષદ સંબોધિ રહેલા પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ શરૂ થતાની સાથે જ સ્પષ્ટતા પુર્વક જણાવ્યું હતું કે, સવાલ મને પુછવો હોય તો પુછી શકો છો. જેનો અર્થ થયો હતો કે, ભગા બારડને કાંઇ પણ બોલવાનો સ્પષ્ટ ઇન્કાર હતો. ભગા બારડ માત્ર ટોપી પહેરવા આવ્યા હોય તેવું ચિત્ર ઉભુ થયું હતું.
ADVERTISEMENT