વાપી: તાલુકાના કરવડ ગામ નજીકથી થોડા દિવસ અગાઉ નહેરમાંથી એક નાના બાળકનું ધડ મળી આવતા ચકચાર મચી છે. જો કે આ મુદ્દે મોટા ખુલાસો થયો હતો. દાદરા નગર હવેલીમાંથી આવતી દમણ ગંગા કેનાલમાંથી બાળકનું ધડ મળી આવ્યું હતું. સેલવાસ અને વલસાડ પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી છે. આજે સેલવાસ પોલીસે ત્રણ આરોપીઓની આ મુદ્દે ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT
કોહલા પરિવારની 9 વર્ષની બાળકી થઇ ગઇ હતી ગુમ
શહેરમાં કોહલા પરિવારનો 9 વર્ષીય લાડકવાયો ચૈતા ગુમ થવાની ફરિયાદ સેલવાસ પોલીસને માહિતી મળી હતી. ત્યાર બાદ વાપીમાં મળી આવેલા ધડ અને ગુમ થયેલ ચૈતાની કડી જોડવા સેલવાસ અને વલસાડ પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. હાલ પોલીસ દ્વારા મુખ્ય આરોપી એક સગીર સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ આરોપીઓ દ્વારા મોટો ખુલાસો બહાર પાડવામાં આવ્યો છે.
બાળકીની પૈસાની લાલચે બલી ચડાવવામાં આવી
પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, એક બાળકની બલી ચડાવવામાં આવે તો પૈસાનો વરસાદ કરાવવા અને અસીમ શક્તિ મેળવવા મેલી વિદ્યા માટે નર બલી ચઢાવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસ અનુસાર મુખ્ય સગીર આરોપી ચિકન શોપ પર ખાટકીનું કામ કરતો હતો. તેણે રમેશ નામના આરોપી પાસેથી પૈસાનો વરસાદ કરાવવાની લાલચે મેલી વિદ્યા કરાવી હતી.
સગીરે અપહરણ કરીને પૈસાની લાલચી બાળકીની હત્યા કરી નાખી
સગીર આરોપીએ ચૈતાનું અપહરણ કરી તેના સહ-આરોપી શૈલેષ સાથે મળીને તેની હત્યા કરી હતી. ગત 29 ડિસેમ્બરના રોજ દાદરા નગર હવેલીના સાયલી ગામે કોહલા પરિવારે પોતાના 9 વર્ષીય ચૈતાની ઘરના આંગણામાંથી ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. આંગણામાં રમી રહેલ 9 વર્ષીય ચૈતા ગુમ થતા પરિવારે ગામ અને સીમમાં તપાસ કરી હતી. જો કે ચૈતા મળી નહોતી. આ મામલે પરિવારે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી હતી. જેના આધારે ધડની તપાસ પરિવાર પાસે કરાવતા પરિવારે તેના શરીરની કદ કાઢી અને હાથ પર રહેલા દોરા સહિતની વસ્તુઓની ઓળખ કરીને પોતાનું જ બાળક હોવાની ઓળખ આપી હતી.
ADVERTISEMENT