વડતાલ : રાજ્યના વિવિધ શહેરો હોય કે ગામડાઓ હોય હવે જાહેર રોડ પર આવીને કેક કાપવી, ઉજવણીના નામે સમગ્ર રોડ બાનમાં લેવો અને તલવાર કે છરી વડે કેક કાપીનો રોફ બતાવવો એક ફેશન બની ચુકી છે. વડતાલમાં પણ આવી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં જાહેર રોડ પર બર્થડેના નામે સમગ્ર રોડ બાનમાં લીધો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.
ADVERTISEMENT
પોલીસનો ખોફ ન હોય તે પ્રકારે જન્મદિવસની ઉજવણી
વડતાલમાં પોલીસના કોઇ પણ પ્રકારના ડર વગર બેખોફ રીતે કેટલાક અસામાજિક તત્વો જાહેરમાં ગાડી પર બેસીને બર્થ ડે સેલિબ્રેશનનાં નામે ગુંડાગીરી કરી રહ્યા છે. છરા વડે કેક કાપી રહ્યા છે. પાછલ ઉભેલા કેટલાક નબીરાઓ ધારદાર હથિયારો હવામાં લહેરાવી રહ્યા છે. ચાર મિત્રો ટપોરી સ્ટાઇલમાં જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે.
પોલીસે ફરિયાદ દાખલ કરીને 4 આરોપીને ઝડપી લીધા
હાલ તો આ પ્રકારનો વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. તમામ વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. કાયદેસરના ચક્રો ગતિમાન કર્યા છે.
(ખેડા – હેતાલી શાહ)
ADVERTISEMENT