AAPના ગઢમાં ભાજપે પાડ્યું ગાબડું, 500થી વધુ કાર્યકરો અને હોદ્દેદારોએ કેસરીયા ધારણ કર્યા

Gujarat Politics News: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. ચૂંટણી પહેલા જ AAPનું સંગઠન નબળું થઈ રહ્યું…

gujarattak
follow google news

Gujarat Politics News: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. ચૂંટણી પહેલા જ AAPનું સંગઠન નબળું થઈ રહ્યું છે. પંચમહાલમાં AAPનો ગઢ ગણાતા મોરવા હડફમાં ભાજપે ગાબડું પાડ્યું છે. AAPના પૂર્વ જિલ્લા પ્રમુખ, કિસાન પ્રમુખ સહિતના સભ્યો તથા 500 જેટલા કાર્યકરોએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે.

AAPના નેતાઓ ભાજપમાં જોડાયા

મોરવા હડફના પૂર્વ પટ્ટામાં આપના પૂર્વ જિલ્લા પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ, AAP પંચમહાલના કિસાન પ્રમુખ, ભારતસિંહ પટેલ અને AAPના જિલ્લા ઉપપ્રમુખ નૈષધ બારીયા સહિત 500 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા. આ સાથે તાલુકા પંચાયતના અપક્ષના સભ્યોએ પણ કેસરીયો ખેસ ધારણ કર્યો છે. AAPના મોટા નેતાઓ ધારાસભ્ય નિમિષાબેન સુથારની હાજરીમાં ભાજપના જોડાયા હતા. મોરવા હડફ વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આપ નેતાઓ ભાજપમાં જોડાયા હતા.

રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ અને પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ તેમજ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં તમામ કાર્યકરો ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી નિમિષાબેન સુથારે, ‘જો રામ કો લાયે હે, હમ ઉનકો લાયેંગે… દુનિયા મેં ફિર સે હમ ભગવા લહેરાયેંગે’ ગીત ગાયું હતું. જે બાદ લોકોએ તાળીઓના ગડગળાટથી નિમિષાબેનને વધાવ્યા હતા.

(ઈનપુટ: જયેન્દ્ર ભોઈ, પંચમહાલ)

 

    follow whatsapp