ગુજરાતી ફિલ્મના આસિસ્ટન્ટ ડિરેક્ટર જપન ઠાકરનું અકસ્માતમાં મોત, મલ્હાર ઠાકરે કહી અઘરી વાત

અમદાવાદ: રાજ્યમાં અકસ્માતોના  બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન કાલે મોડી રાત્રે એસ. જી હાઇવે પર સોલા ઓવર બ્રિજ નજીક કાર ચાલકે એક…

gujarattak
follow google news

અમદાવાદ: રાજ્યમાં અકસ્માતોના  બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન કાલે મોડી રાત્રે એસ. જી હાઇવે પર સોલા ઓવર બ્રિજ નજીક કાર ચાલકે એક એક્ટિવા ચાલકને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ આકસ્માતમાં ગુજરાતી ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કાર્યરત જપન ઠાકરનું મોત થયું છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતના પ્રચાર પ્રમુખ વિજય ઠાકરના પુત્ર જપન ઠાકર હાલમાં જ ગુજરાતી ફિલ્મ ‘3 એક્કા’ના શૂટિંગમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયો હતો. જપન ઠાકર અને એક્ટર મલ્હાર ઠાકર ખાસ મિત્રો હોવાનું જાણવા મળે છે. ત્યારે, જપન ઠાકરનું અકસ્માતમાં મોત થતાં એક્ટર મલ્હાર ઠાકરે ભારે દુ:ખ વ્યક્ત કરતો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

પાછળથી કારની ટક્કર વાગતા આ અકસ્માત સર્જાયો હતો અને જપન ઠાકર નીચે પડતા તેને ભારે ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજયું હતું. પુત્રના અકસ્માતની જાણ થતા જ પરિવાર ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી અને કારચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણો શું કહ્યું મલ્હાર ઠાકરે

 

Shemaroo Gujarati એ પાઠવી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો: ગુજરાતમાં 109 IASની બદલીના આદેશઃ વડોદરા કમિશનર સહિત જાણો કોને ક્યાં આપી બદલી

જન્માષ્ટમીએ ફિલ્મ થશે રીલીઝ
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠાકર હવે ફરી એકવખત અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘3 એક્કા’ માં એકસાથે જોવા મળશે. ગુજરાતી ફિલ્મ ‘3 એક્કા’ને ડિરેક્ટ કરશે રાજેશ શર્મા જ્યારે પ્રોડ્યુસર આનંદ પંડિત અને વૈશલ શાહ છે. 3 એક્કા’ જન્માષ્ટમી 2023માં રિલીઝ થશે. ત્યારે આ ફિલ્મમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જપન ઠાકર કામ કરી રહ્યો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp