એરપોર્ટ પર પહોંચ્યા CM પણ પ્લેનને ઉડવાની મંજૂરી જ ન મળી, પરત ફર્યા

રાજકોટ : કોંગ્રેસ નેતા અશોક ગેહલોત આજે ગુજરાતની મુલાકાતે હતા. જો કે તેમને એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઉતરવા દેવામાં નહી આવતા તેઓએ પરત ફરવું પડ્યું હતું.…

gujarattak
follow google news

રાજકોટ : કોંગ્રેસ નેતા અશોક ગેહલોત આજે ગુજરાતની મુલાકાતે હતા. જો કે તેમને એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઉતરવા દેવામાં નહી આવતા તેઓએ પરત ફરવું પડ્યું હતું. જેથી સુરત બાદ રાજકોટનો કાર્યક્રમ પણ રદ્દ રહ્યો હતો. રાજકોટમાં છેલ્લા એક કલાકથી વરસાદ ચાલી રહ્યો હોવાનાં કારણે તેમના પ્લેનને પરવાનગી આપવામાં આવી નહોતી. જો કે આ અંગે કોંગ્રેસનાં નેતાઓ દ્વારા ભાજપ પર આરોપ લગાવવામાં આવ્યા હતા.

સરકારી મશીનરીના દૂરૂપયોગનો આક્ષેપ
કોંગ્રેસી નેતાઓએ જો કે ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે, ભાજપ દ્વારા સરકારી મશીનરીનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઇડી ઉપરાંત તમામ સરકારી મશીનરીનો હાલ સરકાર દ્વારા દૂરૂપયોગ કરીને નીચ રાજનીતિ કરવામાં આવી રહી છે. આ અંગે લલિત કગથરાએ કહ્યું કે, છેલ્લી એક કલાકથી વરસાદ થઇ રહ્યો હોવા છતા પણ કેમ ઉપયોગ કરામાં નથી આવી રહ્યો.

સુરત અને રાજકોટમાં હતા ગેહલોતના કાર્યક્રમ
આજે અશોક ગેહલોતનો સુરત અને રાજકોટમાં કાર્યક્રમ હતો. જયપુરથી જ ઉડ્યનની પરવાનગી મળી નહોતી. અમે એરપોર્ટ ઓથોરિટીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ અમારો સંપર્ક થઇ શક્યો નથી. બીજા પ્લેનને આવવા માટેની પરવાનગી મળી રહી છે. જો કે નવા વિમાનોને નથી આવવા દેવામાં આવી રહી. ભાજપ કેટલું ગભરાઇ ગયું છે તે આના પરથી ખબર પડશે.

ગેહલોત ગો બેકનાં પોસ્ટરો લાગ્યા
જો કે બીજી તરફ રાજકોટના એરપોર્ટ પર અશોક ગેહલોત વિરોધી પોસ્ટરો લાગ્યા હતા. પોસ્ટરમાં અશોક ગેહલોતનો ફોટો લગાવીને તેના પર ચોકડી મારવામાં આવી હતી. તેની નીચે લખેલું હતું કે, ગેહલોતજી પેલા વિદ્યાર્થીઓને ન્યાય અપાવો પછી ગુજરાત અને ગુજરાતની ચૂંટણીની ચિંતા કરજો. ગો બેક ગેહલોત, રાજસ્થાન સીએમ. CYSS પાંખ દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યું હતું.

    follow whatsapp