ભાર્ગવી જોશી, જૂનાગઢ: ભેંસાણના પરબધામ ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ યોજાનાર અષાઢી બીજના મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ મેળામાં હજારો ભાવિકો ઉમટનાર હોય જેને લઈ જેમાં ભેંસાણ તાલુકાનાં 42 ગામોમાંથી લગભગ 10 હજારથી વધુ સ્વયં સેવકો રાત-દિવસ સેવા આપી રહ્યાં હતા. આ દરમિયાન ગુજરાતમાં આવી રહેલા વાવાઝોડાને પગલે અષાઢી બીજનો મેળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પરબધામ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે દર વર્ષે અહી અષાઢી બીજના દિવસે ભવ્ય મેળો ભરાય છે જેમાં દસ થી બાર લાખ લોકો આવે છે. આ સંત અને સેવાની ભૂમિ છે અહી અલખનો પ્રસાદ લઈ લાખો લોકો ધન્ય થાય છે. આ વર્ષે તમામ તૈયારીઓ પૂર્ણ થયા છતાં મહંત કરસનદાસ બાપુએ ઘોષણા કરી છે કે બિપોરજોય વાવાઝોડાને લીધે સંકટનો સમય છે આ કપરા સમય સંજોગો અને પરિસ્થિતિને લીધે લોકમેળો નહિ યોજવા નિર્ણય કર્યો છે.
અષાઢી બીજનો મેળો રદ્દ
ભેંસાણના પરબધામ ખાતે આ મેળાનું આયોજન આગામી 20 જૂનના રોજ થવાનું હતું. સંપૂર્ણ થૈયારી થઈ ચૂકી હતી ત્યારે અષાઢીબીજનો મેળો આ વર્ષે રદ્દ કરવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણય અંગે કરશનદાસ બાપુએ જણાવ્યું કે પ્રજા પીડિત હોય ત્યારે પ્રસંગો ઉજવાય નહીં. જેને કારણે સમાજને આપતી આવે ત્યારે સરકારના સંદેશાનું પાલન કરી ફૂડ પેકેટ તૈયાર કરવા પડે. લોકો તેમા રોકાયેલા હોય છે. ત્યારે આ વર્ષે વર્ષે 2023 નો અષાઢી બીજનો મેળો રદ્દ કરવામાં આવ્યો છે. તમામ લોકોને વિનંતી છે કે આમાં સાથ સહકાર આપશો.
ADVERTISEMENT