પીઢ ગુજરાતી અભિનેત્રી આશા પારેખને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે

નવી દિલ્હી: પીઠ ગુજરાતી અભિનેત્રી આશા પારેખને દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2022થી સન્માનિત કરવામાં આવશે. આ વાતની જાણકારી કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે પોતાના ટ્વિટર એકાઉન્ટ…

gujarattak
follow google news

નવી દિલ્હી: પીઠ ગુજરાતી અભિનેત્રી આશા પારેખને દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2022થી સન્માનિત કરવામાં આવશે. આ વાતની જાણકારી કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરી છે. 60-70ના દાયકામાં પોતાની સુંદરતા અને અભિનયથી ફેન્સના દિલો પર રાજ કરનારા આશા પારેખને આ સન્માન બોલિવૂડમાં તેમના યોગદાન માટે કરવામાં આવી રહ્યું છે. પોતાના સમયમાં આશા પારેખ સૌથી વધુ ફી લેનારા અભિનેત્રી હતા.

ગુજરાતી પરિવારમાં થયો આશા પારેખનો જન્મ
આશા પારેખનો જન્મ 2 ઓક્ટોબર 1942ના રોજ મુંબઈમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. તેમણે 1952માં ફિલ્મ ‘આસમાન’ કરી હતી. એક્ટ્રેસ કરીતે આશા પારેખની પ્રથમ ફિલ્મ ‘દિલ દેકે દેખો’ હતી જે ખૂબ સફળ થઈ હતી. તેમણે લગભગ 80થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

2021માં સુપરસ્ટાર રજનીકાંતને અપાયું હતું સન્માન
સરકાર દ્વારા અપાતા દાદા સાહેબ ફાળકે એવોર્ડ્સ માટે અત્યાર સુધીમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સની પસંદગી કરાઈ ચૂકી છે. વર્ષ 2021માં બોલિવૂડના સૌથી લોકપ્રિય વિલન એક્ટર પ્રાણને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ બાદ 2013માં ગીતકાર ગુલઝાર, 2014માં શશિ કપૂર, 2015માં મનોજ કુમાર, 2017માં વિનોદ ખન્ના, 2018માં મહાનાયક અમિતાભ બચ્ચન અને 2021માં સાઉથ અને હિન્દી સિનેમાના સુપરસ્ટાર રજનીકાંતને આ સન્માન અપાયું હતું.

    follow whatsapp