અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ખુબ જ નજીકમાં છે. હવે ગણત્રીના દિવસોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ રાષ્ટ્રીય રાજનેતાઓ યાયાવર પક્ષીઓની જેમ ગુજરાતમાં આવી રહ્યા છે. આ અનુસંધાને ગુજરાતમાં આજે AIMIM પાર્ટી અધ્યક્ષ અસુદ્દીન ઓવૈસી પણ આવ્યા હતા. આજે તેણે પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે ભાજપ ઉપરાંત આપની પણ ઝાટકણી કાઢી હતી. જો કે કોંગ્રેસ અંગે તેમણે કહ્યું કે, તેના વિશે કાંઇ કહેવા જેવું નથી. કોંગ્રેસ પોતે જ એક રાજકારણ બની ચુક્યો છે. જ્યાં પક્ષ પણ તેની અંદર છે અને વિપક્ષ પણ તેની અંદર છે. તેને બહાર લડવા જવાની જરૂર જ નથી.
ADVERTISEMENT
ભાજપ-આપ એક જ સિક્કાની બે બાજુ છે
ભાજપ- આમઆદમી પાર્ટી બંન્ને એક જ સિક્કાની બે બાજુ છે. આપ કહો કે ભાજપ કહો બંન્ને એકબીજાના પ્રતિદ્વદી નહી પરંતુ એકબીજાના ગુપ્ત સાથી છે. આમ આદમી જે વચનો આપી રહી છે તે વચનો એક પ્રેમી પોતાની પ્રેમિકાને આપે તેવા વચનો છે. આસમાનમાંથી ચાંદ તારા કોઇ તોડીને લાવી શકતું નથી. બસ આ માત્ર વાતો જ હોય છે તેમાં કહેતા ભી દિવાના અને સુનતા ભી દિવાના જેવું હોય છે.
મુસ્લિમો મુદ્દે આપની નીતિ પણ ભાજપ જેવી જ છે
મુસ્લિમ મુદ્દે આપ હોય કે ભાજપ બંન્ને એક જ છે. એક દ્વારા બિલકિસને છોડી દેવામાં આવી. તો બીજી પાર્ટી બિલકિસ મુદ્દે આમ આદમી પાર્ટી ચુપ છે. હવે લોકો સ્માર્ટ બની ચુક્યાં છે, ગમે તેમ વોટ નથી આપતા. નાતી જાતી જોઇને નહી પરંતુ વિચારીને મત આપે છે. વચનો આસમાનમાંથી તારા તોડી લાવવા જેવા હોય છે કોઇ નિભાવતું નથી. માટે આવી પાર્ટીઓ પર વિશ્વાસ કરવો જોઇએ નહી. જો કે સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં કોઇ પાર્ટી પ્રપોઝલ આપે તો એલાઇન્સ કરવા માટેની તૈયારી પણ દર્શાવી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું કે, હાલ દેશમાં માત્ર હિન્દુ મુસ્લિમ ચાલી રહ્યુ છે. જેમાં મીડિયા પણ ખુબ જ અગ્રેસીવલી હિન્દુત્વના એજન્ડાને આગળ વધારે છે.
નીતિશ-મમતા તકવાદી રાજનીતિ કરે છે તેમની કોઇ વિચારધારા નથી
ઓવૈસીએ અમદાવાદમાં કેન્દ્ર સરકાર ઉપરાંત, ભાજપ, નીતીશ કુમાર અને મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. તેમણે કેન્દ્ર તથા વડાપ્રધાન મોદી અંગે કહ્યું કે, દેશે શક્તિશાળી વડાપ્રધાન ઘણા જોયા હવે દેશને એક નબળા વડાપ્રધાનની જરૂર છે. ખીચડી સરકાર જોઇએ જેથી સામાન્ય વ્યક્તિનું ભલું થાય અને કોઇ એક વ્યક્તિની ઇજારાશાહીનો અંત આવે. શક્તિશાળી વ્યક્તિ શક્તિશાળી લોકોની જ મદદ કરે છે. તેઓ નબળાને મદદ નથી કરતા. હું ઇચ્છું છું કે દેશમાં ખીચડી સરકાર બને કારણ કે ગુજરાત, હૈદરાબાદ અને ઉત્તરપ્રદેશી સરકાર અળગ અલગ પ્રકારની હોય છે.
NDA માં હતા ત્યારે સંઘની વાહવાહી કરતા હવે ખોદણી કરે છે
મમતા બેનર્જી અને જદયુ પ્રમુખ નીતિશ કુમાર અંગે કહ્યું કે, તેઓ પહેલા એનડીએમાં જ હતા. ત્યારે આરએસએસ અને ભાજપના ગુણગાન ગાતા હતા. જો કે હવે અચાનક તેમને ભાજપ અને ભાજપની નીતિઓ ખોટી લાગવા લાગી. આવી તકવાદી રાજનીતિથી લોકો હવે કંટાળી ચુક્યાં છે. અમે માત્ર લઘુમતી અને દલિતનાં વિકાસ અને ન્યાય માટે લડવા આવીએ છીએ.
ADVERTISEMENT