ઓવૈસીની સભામાં મુસ્લિમ યુવકોની ધમાલ, મોદી-મોદીના નારા લગાવ્યા

સુરત : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં છે ત્યારે રાજનેતાઓ યાયાવર પક્ષીઓની જેમ ગુજરાતના વિવિધ વિસ્તારો પર ઉડી રહ્યા છે. ત્યારે સુરતમાં પોતાના ઉમેદવારનો પ્રચાર કરવા…

gujarattak
follow google news

સુરત : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં છે ત્યારે રાજનેતાઓ યાયાવર પક્ષીઓની જેમ ગુજરાતના વિવિધ વિસ્તારો પર ઉડી રહ્યા છે. ત્યારે સુરતમાં પોતાના ઉમેદવારનો પ્રચાર કરવા માટે આવેલા અસદુદ્દીન ઓવૈસીને એક કડવો અનુભવ થયો હતો તે સુરતના રુદરપુરા ખાડી વિસ્તારમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે જાહેરમાં તેમને કડવો અનુભવ થયો હતો.

મુસ્લિમ યુવકોએ જ ઓવૈસીનો વિરોધ કર્યો
સુરતમાં AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીની સભા દરમિયાન કેટલાક મુસ્લિમ યુવકોએ મોદી જિંદાબાદના નારા લગાવ્યા હતા. જેવું ઓવૈસીનું ભાષણ શરૂ થાય તે પહેલા જ આ યુવકોએ મોદીના નામના નારા લગાવ્યા હતા અને ઓવૈસીને કાળા ઝંડાઓ દેખાડ્યા હતા. સુરતનાં રુદરપુર ખાડી વિસ્તારમાં આ ઘટના સામે આવી હતી. જો કે સમર્થકોએ ત્યાર બાદ આ યુવકોને દુર હટાવી દીધા હતા. પરંતુ થોડા સમય માટે ગરમા ગરમીનું વાતાવરણ સર્જાયું હતું.

સુરતમાં પોતાના ઉમેદવારનો પ્રચાર કરવા આવ્યા હતા ઓવૈસી
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓવૈસી 159 નંબરની સુરત પૂર્વ વિધાનસભાના પોતાના ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા માટે સુરત આવ્યા હતા. આ દરમિયાન તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત વિધાનસભા પ્રચારમાં અનેક નેતાઓને કડવા મીઠા અનુભવ થતા હોય છે. આમાં એક કિસ્સો વધ્યો હતો.

    follow whatsapp