અંકલેશ્વર : શહેરની વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર દર્દનાક અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બે ટ્રક વચ્ચે કારનો ડુચો વળી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક છે કે, ઘટના સમયે કારમાં અનેક લોકો બેઠા હતા. અનેક લોકોનાં મોત થયા છે. તેની પણ પૃષ્ટિ થઇ શકી નહોતી. માત્ર એક હાથ જ દેખાતો હતો. વિચલિત કરી દેનારા આ અકસ્માતમાં કારમાં ફસાયેલા મૃતદેહ કાઢવા 3 ક્રેન અને એક ટેમ્પોની મદદથી લેવાઇ હતી. પોલીસે કારને પોસ્ટમોર્ટમ રૂમ પાસે ખસેડીને કટરની મદદથી કાપીને ડોક્ટરની મદદથી લોકોને બહાર કાઢ્યા હતા.
ADVERTISEMENT
બે કલાક જેટલી જહેમત બાદ મૃતદેહો બહાર કાઢી શકાયા
DPMC ના ફાયર ફાઇટર્સ અને ડોક્ટર્સની ટીમની બે કલાકમી જહેમત બાદ કારમાંથી મૃતદેહો કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર બપોરના સમયે દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના એટલી ભયાનક હતી કે, કાર ચાલકની સ્ટિયરિંગ પરની આંગળીઓ જ જોઇ શકાતી હતી. અમદાવાદથી સુરત તરફ જઇ રહેલી ગાડી અંકલેશ્વર વાલી ચોકડી નજીક પસાર થઇ રહી હતી ત્યારે બે ટ્રક વચ્ચે આ ગાડી પડીકું વળી ગયું હતું.
આગળની ટ્રકે બ્રેક મારી અને પાછળના ટ્રકે ન મારી ગાડી સેન્ડવીચ થઇ ગઇ
આગળના ટ્રકે બ્રેક મારતા કાર ચાલકે પણ સ્પીડ ઘટાડી હતી. જોકે પાછળથી ટાઇલ્સ ભરીને આવી રહેલો ટ્રકે ગાડીને પાછળથી ટક્કર મારતા બંન્ને ટ્રક વચ્ચે ગાડી સેન્ડવિચ બની ગઇ હતી. ગાડી સાવ ચપટી બની ગઇ હતી. જો કે ગાડીમાં કેટલા લોકો બેઠેલા હતા તે કહેવું પણ મુશ્કેલ છે. કારણ કે લોકોના દેહના ચિથરા ઉડી ગયા છે. ત્રણ ક્રેનની મદદથી ગાડીને ટેમ્પોમાં ચડાવીને પોસ્ટમોર્ટમ રૂમની બહાર ડોક્ટરોની દેખરેખમાં દેહ બહાર કઢાયા હતા.
ADVERTISEMENT