Arvind Kejriwal: જેલમાં ચૈતર વસાવાને મળ્યા બાદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા, BJP પર કર્યા ગંભીર આક્ષેપ

Arvind Kejriwal Gujarat Visit: દિલ્હીના મુખ્યમંત્રી અને AAP સંયોજક અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ વડોદરાથી રાજપીપળા જેલ પહોંચ્યા હતા અને જેલમાં બંધ…

gujarattak
follow google news

Arvind Kejriwal Gujarat Visit: દિલ્હીના મુખ્યમંત્રી અને AAP સંયોજક અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ વડોદરાથી રાજપીપળા જેલ પહોંચ્યા હતા અને જેલમાં બંધ AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મુલાકાત કરી હતી. આ બાદ તેમણે ભાજપ સરકાર પર ચૈતર વસાવાના ખોટા અને નકલી કેસમાં પકડ્યા હોવાનું નિવેદન આપ્યું હતું.

કેજરીવાલે આપી શું પ્રતિક્રિયા?

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આપના MLA ચૈતર વસાવાને ભાજપ સરકારે જુઠા અને નકલી કેસમાં પકડ્યા છે, તેને કારણે આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે. ચૈતર વસાવાના પત્નિ શકુંતલા બેનને પણ ખોટી રીતે ફસાવ્યા છે. ભાજપને જનતા ગુજરાતમાંથી ઉખાડી ફેંકશે. ચૈતર વસાવા જનતા માટે લડે છે, જનતાના મુદ્દા ઉઠાવે છે, એટલે તેમને જેલમાં નાંખી દીધા.

ભગવંત માને કહ્યું- આદિવાસી સમાજનું અપમાન

જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, જે પણ જનતા માટે લડે છે તેઓને જેલમાં નાંખી દે છે. ગઈકાલની રેલીમાં જે રીતે રોષ દેખાતો હતો તેનાથી લાગે છે ચૈતર વસાવાની ધરપકડને આદિવાસી સમાજ પોતાનું અપમાન સમજે છે.

વર્ષા વસાવા પણ મળ્યા પતિને

તો કેજરીવાલની સાથે પતિને મળવા માટે પહોંચેલા વર્ષા વસાવાએ કહ્યું કે, હાલ બંને સીએમએ આશ્વાશન આપ્યું છે અને વહેલી તકે ચૈતર વસાવાને બહાર કઢાશે. હવે મોટા વકીલો ચૈતર વસાવાનો કેસ લડશે આ વાતનું આશ્વાસન અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાના પત્નીને આપીને ગયા છે.

 

    follow whatsapp